NIFTY 10,303.15 -47.00  |  SENSEX 33,218.81 +-151.95  |  USD 64.9500 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કેજરીવાલના હાથ હવાલા કારોબારમાં ખરડાયેલા છે : કપિલ મિશ્રાનો આક્ષેપ

કેજરીવાલના હાથ હવાલા કારોબારમાં ખરડાયેલા છે : કપિલ મિશ્રાનો આક્ષેપ

 | 2:33 am IST

નવી દિલ્હી :

કપિલ મિશ્રાને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા પછી તેણે કેજરીવાલ પર શુક્રવારે નવા આક્ષેપો કર્યા હતા. મિશ્રાએ કહ્યું કે પાર્ટીને મળેલું ડોનેશન હવાલા કારોબારમાંથી આવ્યું છે. કેજરીવાલના હાથ હવાલા કારોબારમાં ખરડાયેલા છે. આમ આદમી પાર્ટીમાં હવાલા કંપનીઓના પૈસા ડોનેશનરૂપે ઠાલવવામાં આવ્યા છે. રૂ. ૨ કરોડની રકમ છુપાવવા કેજરીવાલે આવકવેરાને ખોટી માહિતી આપી છે. મિશ્રાએ પ્રેસકોન્ફરન્સમાં કેજરીવાલનાં રહસ્યો ખોલીને તેમનાં રાજીનામાની માગણી કરી છે. મિશ્રાએ એવી ભીતિ વ્યક્ત કરી હતી કે કેજરીવાલ અને પાર્ટીનાં રહસ્યો જાહેર કર્યા પછી ક્યાંક આ લોકો તેની હત્યા કરી દેશે. આમ મિશ્રાએ તેમને જીવનું જોખમ હોવાની ભીતિ વ્યક્ત કરી હતી.

અત્યાર સુધીનું સૌથી મોટું પબ્લિક કરપ્શન

કેજરીવાલે જે કંપનીઓ પાસેથી ડોનેશન મળ્યાનો દાવો કર્યો છે તે બોગસ કંપનીઓ છે અને છેલ્લાં ૧૦ વર્ષથી ચાલતી જ નથી. અન્ય કંપનીઓના દસ્તાવેજો બનાવટી છે. મુકેશકુમારની કંપની એસકેએન એસોસિયેટ પણ બોગસ છે. મિશ્રાએ કહ્યું કે મુકેશકુમાર ડિફોલ્ટર છે. આઈટી વિભાગે તેનું બિલ્ડિંગ ટાંચમાં લીધું હતું. મુકેશ વેટ પણ ભરતો નથી કે ટેક્સ પણ ભરતો નથી તો તેની પાસે દાનમાં આપવા માટે રૂ. ૨ કરોડની રકમ આવી ક્યાંથી? મિશ્રાએ દાવો કર્યો હતો કે અત્યાર સુધીનું આ સૌથી મોટું પબ્લિક કરપ્શન છે.

;