Kenya MP returns to Aurangabad after 30 years to repay Rs 200
  • Home
  • Featured
  • આ દેશના મંત્રી PM મોદીને મળી એક કરિયાણાની દુકાને પહોંચ્યાને કર્યો જૂનો હિસાબ ચૂકતે

આ દેશના મંત્રી PM મોદીને મળી એક કરિયાણાની દુકાને પહોંચ્યાને કર્યો જૂનો હિસાબ ચૂકતે

 | 3:21 pm IST

અભ્યાસ માટે ભારત આવેલ આફ્રિકન દેશ કેન્યાના એક યુવક દુકાનની ઉધારી પણ ચૂકવી શકયા નહોતા અને જ્યારે તે પોતાના દેશ પાછો ફર્યો તો એક કરિયાણાની દુકાનના 200 રૂપિયા ઉધાર લઇને જતો રહ્યો. 34 વર્ષ બાદ હવે આ શખ્સ કેન્યાના મંત્રી તરીકે વડાપ્રધાન મોદીને મળવા ભારત આવ્યા પરંતુ તેઓ એ 200 રૂપિયાને ભૂલ્યા નહોતા. ઔરંગાબાદમાં એ દુકાનદારને શોધીને 200 રૂપિયાના બદલે 19000 રૂપિયા ચૂકવ્યા.

આપને જણાવી દઇએ કે 34 વર્ષ પહેલાં રિચર્ડ ટોનગી મહારાષ્ટ્રમાં ઔરાંગાબાદની મૌલાના આઝાદ કોલેજમાં અભ્યાસ કરતાં હતા. 1985 થી 1989 સુધી ઔરંગાબાદમાં રહ્યા. અભ્યાસ દરમ્યાન કોલેજના નજીક વાનખેડે નગરમાં રહેતા હતા, ત્યાં કાશીનાથ ગવલીના પાડોશી રિચર્ડ રહેતા હતા જ્યાં કાશીનાથની કરિયાણાની દુકાન હતી.

રિચર્ડ આ કરિયાણાની દુકાનમાંથી વસ્તુ ઉધારી લેતા હતા. અભ્યાસ દરમ્યાન રિચર્ડને પૈસાની અછત રહેતી હતી પરંતુ તે સમયે કાશીનાથ રિચર્ડ ટોનગીને કરિયાણું ઉધારમાં આપતા હતા.

પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રિચર્ડ પાછો કેન્યા જતો રહ્યો પરંતુ તેને યાદ આવ્યું કે કાશીનાથની દુકાનના 200 રૂપિયા ઉધારીના દેવાના બાકી છે. તેને ધ્યાનમાં રાખતા રિચર્ડે વિચાર્યું હતું કે જે સમયે તેમનું ભારત જવાનું થશે એ સમયે તેઓ ઔરંગાબાદ પહોંચીને કાશીનાથના ઉધાર 200 રૂપિયા પાછા આપી દેશે.

થોડાંક દિવસ પહેલાં જ રિચર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં મુલાકાત બાદ રિચર્ડ ટોનગી ઔરંગાબાદ પહોંચ્યા ત્યાં તેઓ ઔરંગાબાદની તાજ હોટલમાં રોકાયા હતા. રિચર્ડ પહેલાં વાનખેડે નગર પહોંચ્યા અને શોધતા-શોધતા કાશીનાથની દુકાન પર પહોંચ્યા. ત્યાં તેમણે 200 રૂપિયાની બદલે 19000 રૂપિયા ચૂકવ્યા.

ગાવલી પરિવારને રિચર્ડ ટોનગી અંગે કંઇપણ ખબર નહોતી પરંતુ જ્યારે રિચર્ડ પહોંચ્યા અને 200 રૂપિયાના બદલે અંદાજે 19000 રૂપિયા ચૂકવ્યા. કાશીનાથ આ અવસર પર ખૂબ ભાવુક થઇ ગયા. કાશીનાથે રિચર્ડ અને તેમના પત્નીને જમવા માટે આમંત્રણ આપ્યું. આ અવસર પર રિચર્ડ એ તેમની પત્નીને કહ્યું કે ગાવલી પરિવારે તેમની ખૂબ મદદ કરી હતી આ અવસર પર રિચર્ડ પણ ભાવુક થઇ ગયા.

આ વીડિયો પણ જુઓ – વરસાદ ખેંચાતા અંબાજીના વેપારીઓએ બંધ પાડ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન