Kerala : A Woman Booked For Raping 9 Years Old Boy
  • Home
  • India
  • ઘોર કળીયુગ! 36 વર્ષની મહિલાએ 9 વર્ષના સગીર પર આચર્યું દુષ્કર્મ

ઘોર કળીયુગ! 36 વર્ષની મહિલાએ 9 વર્ષના સગીર પર આચર્યું દુષ્કર્મ

 | 12:52 pm IST

કેરળમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 36 વર્ષીય મહિલાએ 9 વર્ષના બાળક પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

બાળકે જ્યારે એક ક્લિનિકના ડૉક્ટર પાસે જઈને પોતાની આપવીતી વર્ણવતા સમઘ ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકની વાત સાંભળ્યા બાદ ડૉક્ટરે ચાઈલ્ડલાઈન ઓથોરિટીને સૂચના આપી હતી. ત્યાર બાદ ઓથોરિટીએ બાળકનું નિવેદન નોંધીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનાના પોસ્કો એક્ટની કલમ 5 અને 6 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ચાઈલ્ડલાઈનના જણાવ્યા પ્રમાણે, પીડિત સગીર સાથે એક બે વાર નહીં પણ છેલ્લા એક વર્ષથી તેનું શારીરિક શોષણ થઈ રહ્યું હતું.

ચાઈલ્ડલાઈન કોઓર્ડિનેટર અનવર કરક્કદને જણાવ્યું હતું કે, અમે એ વાતની ખાતરી કરી છે કે મહિલાએ અનેક મહિનાઓથી 9 વર્ષના સગીરનું શારીરિક શોષણ કર્યું છે જેના કારણે તેના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી. આરોપી પીડિત સગીરની સંબંધી જ છે અને તેના ઘરની નજીકમાં જ રહે છે.

તેનિપલમ પોલીસના જણાવ્યા પ્રમાણે ચાઈલ્ડલાઈનના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત સગીર બાળક અને આરોપી મહિનાના પરિવાર વચ્ચે વિવાદ હોવાનું પણ સામે આવ્યું છે. માટે આ વિવાદનો બદલો લેવા માટે આ પ્રકારના આરોપો નથી લગાવવામાં આવ્યા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.