Kerala CMO's wire linked to smuggling of 50 kg gold?
  • Home
  • Featured
  • કેરળની CMOના તાર 30 કિલો સોનાના સ્મગલિંગ સાથે જોડાયા? રાજકીય ઘમસાણ સર્જાયું

કેરળની CMOના તાર 30 કિલો સોનાના સ્મગલિંગ સાથે જોડાયા? રાજકીય ઘમસાણ સર્જાયું

 | 7:30 am IST

યુએઈ કોન્સ્યુલેટ જનરલમાં કામ કરી રહેલા એક વ્ય્ક્તિને મોકલાઈ રહેલા ૩૦ કિલો સોનાનો જથ્થો કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી પકડાયા બાદ કેરળમાં રાજકીય ઘમસાણ મચ્યું છે. કોંગ્રેસ અને ભાજપે આક્ષેપ કર્યો છે કે મુખ્યપ્રધાન કાર્યાલયના તાર સોનાની દાણચોરી સાથે જોડાયેલા છે. પહેલી વાર કેરળ મુખ્યપ્રધાન ઓફિસ સાણસામાં આવી છે. સીએમઓના બે અધિકારીઓના નામો બહાર આવી રહ્યાં છે. આ સમગ્ર કેસની સીબીઆઈ તપાસની જરૂર છે. સોનાની દાણચોરીમાં મુખ્યપ્રધાન કાર્યાલય સંડોવાયેલું છે. બીજી તરફ UAEએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ જારી કર્યા છે.

CMOના અધિકારી સાથે સાઠગાંઠ ધરાવતી મહિલા કર્મચારીને પાણીચું

સોનાની દાણચોરીમાં નામ બહાર આવતાં પૂર્વ જનસંપર્ક અધિકારી અને આઈટી ડિપાર્ટમેન્ટના એક મહિલા કર્મચારીને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે.સ્પેસ પાર્કમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરનાર સપના સુરેશ સોનાની દાણચોરીમાં મુખ્ય આારોપી છે તે હાલમાં ફરાર થઈ છે. કેરળ સરકારે તેના માહિતી ટેક્નોલોજી સચિવ એમ શિવશંકરની તાકીદના ધોરણે બદલી કરી નાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન