કોબ્રાએ કેમેરા સામે 7 ઈંડા મોંઢામાંથી કાઢ્યા, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • કોબ્રાએ કેમેરા સામે 7 ઈંડા મોંઢામાંથી કાઢ્યા, જુઓ વીડિયો

કોબ્રાએ કેમેરા સામે 7 ઈંડા મોંઢામાંથી કાઢ્યા, જુઓ વીડિયો

 | 12:08 pm IST

સોશિયલ મીડિયા પર કોબ્રાનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કોબ્રા ઈંડા આપતો દેખાઈ રહ્યો છે. કોબ્રાનો 7 ઈંડા આપતો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. જે કેરળના એક સ્નેક કેચર દ્વારા આ વીડિયોને ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો છે.

ઘટના એવી છે કે મરઘા ફાર્મામાં એક કોબ્રા છુપાઇને બેઠો હતો. જેને પકડવા માટે તેના માલિકે સ્નેક કેચરને બોલાવ્યો હતો. સ્નેક કેચરે કોબ્રાને બહાર કાઢતા જ કોબ્રાએ મોઢામાંથી 7 ઇંડા વારાફરથી બહાર કાઢ્યા હતા. પરંતુ તમને હકીકત જાણીને નવાઈ લાગશે કે, આ તમામ ઇંડા કોબ્રાના નહિ, પણ મરઘીના હતા. જેણે કોબ્રાએ ગળી લીધા હતા.