Kerala Couple Bullied Online for Post Wedding Photoshoot Issue
  • Home
  • India
  • જંગલ વચ્ચે નવયુગલે કપડા પહેર્યા વગર માત્ર ચાદરમાં જ લપેટાઈને કરાવ્યું ફોટોશૂટ, PHOTOS

જંગલ વચ્ચે નવયુગલે કપડા પહેર્યા વગર માત્ર ચાદરમાં જ લપેટાઈને કરાવ્યું ફોટોશૂટ, PHOTOS

 | 8:13 pm IST

આજ કાલ લગ્ન પહેલા (Pre Wedding Photoshoot)અને લગ્ન બાદ (Post Wedding Photoshoot) રળિયામણા સ્થળોએ જઈને ફોટોશૂટ (Photoshoot)કરાવવાનો ભારે ક્રેઝ છે. નવયુગલો જુદી જુદી થીમ પર જુદી જુદી સ્ટાઈલના પોષાક પહેરીને ફોટોશૂટ કરાવતા હોય છે. બધાથી કંઈક હટકે કરવાના ચક્કરમાં કયારેક ફોટોશૂટમાં પણ અભદ્રતા આવી જાય છે. કંઈક આવુ જ એક કપલ સાથે થયું હતું.

કેરળ (Kerala)ના ઋષિ (Rushi) અને લક્ષ્મી (Laxmi)સાથે પણ કંઇક આવું જ થયું. ઋષિ કાર્તિકેયન (Rushi Karthikeyan) 16 સપ્ટેમ્બરે લક્ષ્મી સાથે લગ્ન કરી લીધા. તેમના પ્રેમના આ ઉત્સવને માણવા માટે તેમણે એક ફોટોશૂટ કરવાનો નિર્ણય લીધો અને પોતાના ફોટોગ્રાફર મિત્રને લઇને તે કેરળના ઇડ્ડક્કીના ચાના ખેતરોમાં પહોંચ્યા હતાં . ચાના બગીચામાં આ કપલ એક હોટ ફોટોશૂટ કરાવ્યું. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરસ થઇ રહી છે. આ વાયરલ ફોટોમાં બંને કપલ ચાના બગીચામાં સફેદ રંગની ચાદર શરીર પર બાંધીને રોમાન્ટિક પોઝ આપતા નજરે પડી રહ્યા છે.

જો કે કપલનો આ રીતનો ફોટોશૂટ જ્યાં કેટલાક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે ત્યાં જ કેટલાક લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા છે. કેટલાક યુઝર્સે તો તે પણ કહ્યું કે આ ફોટોમાં કપલ અર્ધનગ્ન છે. વ્યક્તિગત સંબંધોને આ રીતે સામે લાવવું ખોટું છે. અને આવા ફોટોશૂટ કરાવવા પણ અયોગ્ય છે.

એક રિપોર્ટ મુજબ અનેક લોકોએ આ કપલ્સને આવા ફોટો માટે આલોચના કરતા આરોપ લગાવ્યો છે તે આ તસવીરો અને આ રીતના ફોટોશૂટ અભદ્ર અને અયોગ્ય છે. એટલું જ નહીં કેટલાક લોકોએ તો ત્યાં સુધી પણ પુછી લીધું કે ચાદરની નીચે કંઇ પહેર્યું પણ છે કે નહીં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન