''મને વોટ આપો, હું સારી ક્વોલિટીનું ગૌમાંસ ઉપલબ્ધ કરાવીશ'', BJP નેતાનો બફાટ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ”મને વોટ આપો, હું સારી ક્વોલિટીનું ગૌમાંસ ઉપલબ્ધ કરાવીશ”, BJP નેતાનો બફાટ

”મને વોટ આપો, હું સારી ક્વોલિટીનું ગૌમાંસ ઉપલબ્ધ કરાવીશ”, BJP નેતાનો બફાટ

 | 5:20 pm IST

ભારતીય જનતા પાર્ટીએ ગૌ હત્યા અને ગૌમાંસની તસ્કરી રોકવા માટે ગુજરાતમાં ગૌરક્ષણ અધિનિયમમાં સુધારો કર્યો. નવા કાયદામાં ગૌહત્યા કરનારાઓને આજીવન કારાવાસની સજા પણ ફરમાવવામાં આવશે. ત્યાં બીજી તરફ બીજેપીના લોકસભાના ઉમેદવારે લોકોને સારી ક્વોલિટીનું બીફ ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. બીજેપી નેતાએ લોકોને વાયદો કર્યો છે કે, જો તેઓ સાંસદ તરીકે ચૂંટાશે તો તેઓ પાતાના વિસતારમાં સારું ગૌમાંસ ઉપલબ્ધ કરાવશે. આ બીજેપી નેતા કેરળના મલ્લાપુરમ લોકસભા સીટના ઉમેદવાર એન.શ્રીપ્રકાશ છે.

પ્રેસ મીટ દરમિયાન બીજેપીના ઉમેદવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, તેઓ વોટર્સને વાયદો કરે છે કે જો તે વિજયી થશે તો લોકોને બીફ ઉપલબ્ધ કરાવશે. મારો પ્રયત્ન સારી ગુણવત્તાવાળા બીફની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની છે. ગૌહત્યા પર પ્રતિબંધ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવતા બીજેપી નેતાએ કહ્યું કે, ભૂતકાળમાં અનેક રાજ્યોમાં જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી, ત્યારે તેણે ગૌ વધ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તે રાજ્યોમાં ગૌમાંસનો ઉપયોગ કરવું ગેરકાનૂની છે, જ્યાં ગૌહત્યા પર બેન છે.

એક તરફ બીજેપી શાસિત રાજ્ય છત્તીસગઢના મુખ્યમંત્રી રમનસિંહે ગૌહત્યા કરનારાને ફાંસી પર લટકાવી દેવાની વાત કરી હતી, તો બીજી તરફ બીજેપી કેરળના નેતા જ આવું નિવેદન આપી રહ્યાં છે. કેરળના નેતાના છત્તીસગઢના કાયદા વિશે વાત કરી તો તેમણે જવાબ આપ્યો કે, છત્તીસગઢમાં ગૌવધ થઈ રહ્યો છે. ગત 15 વર્ષમાં એવો કોઈ મામલો સામે આવ્યો છે કે? કોઈના દ્વારા પણ ગૌહત્યાની વાત સામે આવી છે કે? જો કોઈ આવું કરશે તો લટકાવી દઈશઉં.

તમને જણાવી દઈએ કે, કેરળ એવા રાજ્યોમાંનું એક છે જ્યાં ગાંસનું માંસ વેચવા અને ખાવા પર કોઈ પ્રતિબંધ નથી. કેરળ ઉપરાંત પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કીમ અને કેન્દ્રશાસિત રાજ્ય લક્ષદ્વીપમાં ગૌહત્યા પર પ્રતિબંધ નથી. બીજેપી તાજેતરમાં જ એલાન કર્યુ છે કેસ જો નોર્થઈસ્ટ રાજ્યોમાં સત્તામાં આવશે તો બીફ બેન નહિ કરે. નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યોમાં આવતા વર્ષે ઈલેક્શન થવાના છે. નોર્થ ઈસ્ટમાં રહેનારા લોકો ખ્રિસ્તી ધર્મમાં માને છે અને ત્યાં બીફ વધુ ખાવામાં આવે છે. મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડમાં ખ્રિસ્તીઓની સંખ્યા સોથી વધુ છે અને ત્યાં વધુ લોકો બીફ ખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન