Kerala government moves Supreme Court against CAA
  • Home
  • Featured
  • CAAની વિરૂદ્ધ આ રાજ્યએ નવો રેકોર્ડ સર્જયો, હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી કેન્દ્ર સરકારની પડ્યું સામે

CAAની વિરૂદ્ધ આ રાજ્યએ નવો રેકોર્ડ સર્જયો, હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી કેન્દ્ર સરકારની પડ્યું સામે

 | 11:02 am IST

નાગરિકતા (સંશોધન) કાયદો, 2019ની વિરૂદ્ધ કેરળ રેકોર્ડ પર રેકોર્ડ બનાવતું જઇ રહ્યું છે. હવે આ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે જેણે નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કેરળે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી તેને સંવિધાનની મૂળ ભાવનાની વિરૂદ્ધ ગણાવ્યું. આની પહેલાં રાજ્યમાં સીએએ લાગૂ નહીં કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ કરી રેકોર્ડ બનાવી ચૂકયા છે. તે આમ કરનાર દેશનું પહેલું અને એકલું રાજ્ય છે.

કેરળમાં વામપંથી ગઠબંધન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ (એલડીએફ)ની સરકાર છે જેનું નેતૃત્વ પિનરાયી વિજયન કરી રહ્યા છે. કેરળ સરકારે સીએએના વિરૂદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કર્યા બાદ અખબારોમાં જાહેરાત છપાવીને આ વાત માટે પોતાની પીઠ થપથપાવી. ત્યાંના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેની આલોચના કરી. તેમણે કહ્યું કે ભારતની સંસદ દ્વારા નિર્મિત કાયદાની વિરૂદ્ધ આ રીતે જાહેરાત પ્રકાશિત કરવા પર રાજ્યનો સંસાધન ખર્ચ કરવો યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રસ્તાવની કોઇ કાયદાકીય કે સંવૈધાનિક કાયદેસરતા નથી. તેમણે આગળ કહ્યું કે નાગરિકતા ખાસ કરીને કેન્દ્રનો વિષય છે, તેનું વાસ્તવમાં કોઇ મહત્વ નથી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઇસાઇ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઇવાળા સીએએનો વિપક્ષી દળ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમાં મુસલમાનોને રખાયા નથી જે ધાર્મિક આધાર પર ભેદભાવનો મામલો છે. વિપક્ષી દળોનું કહેવું છે કે સંવિધાન ધાર્મિક આધાર પર ભેદભાવની મંજૂરી આપતું નથી. તો કેન્દ્ર સરકારનું કહેવું છે કે ત્રણ પાડોશી દેશોમાં બિન-મુસ્લિમોની સાથે ધાર્મિક આધાર પર જ ઉત્પીડન થાય છે. આથી તેમને નાગરિકતા આપવાની ખાસ સગવડ કરાય છે. આનાથી વિદેશી મુસલમાનોને ભારતીય નાગરિકતા નહીં આપવાનો કોઇ ઉલ્લેખ નથી.

આ વીડિયો પણ જુઓ – CAA અને NRCને લઈને બિહારના મુખ્યમંત્રીનું મોટું નિવેદન આપ્યુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન