લવ જેહાદ કેસ: સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો, હાદિયા-શફીનના નિકાહ ગ્રાહ્ય - Sandesh
  • Home
  • India
  • લવ જેહાદ કેસ: સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો, હાદિયા-શફીનના નિકાહ ગ્રાહ્ય

લવ જેહાદ કેસ: સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો, હાદિયા-શફીનના નિકાહ ગ્રાહ્ય

 | 2:44 pm IST

કેરળના ‘લવ જેહાદ’ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવતા હાદિયાના નિકાહને ફરીથી ગ્રાહ્ય કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે કેરળ હાઇકોર્ટના એ નિર્ણયને પલ્ટી દીધો છે જેમાં લગ્નની વેલિડિટીને રદ્દ કરી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હાદિયા હવે પોતાના પતિ શફીનની સાથે રહી શકશે. જ્યારે કોર્ટએ કહ્યું કે એનઆઇએ આ કેસમાંથી નીકળી તપાસ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને પલટતા કહ્યું કે હાદિયાના લગ્નને રદ્દ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો હતો. કોર્ટે કહ્યું કે હાદિયા પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે અને જે તે ઇચ્છે તે કરી શકે છે.

આપને જણાવી દઇએ કે ગયા વર્ષે હાદિયાએ મુસ્લિમ ધર્મ અપનાવીને શફી જહાંના નામની શખ્સ સાથે નિકાહ કરી લીધા હતા, ત્યારબાદ છોકરીઓ પિતા અશોકન કેએમ એ આ મામલાને લઇ કોર્ટમાં મદદ માંગી હતી. કેરળ હાઇકોર્ટે તેને ‘લવ જેહાદ’નો કેસ માનતા લગ્નને રદ્દ કરી દીધા હતા. હાદિયાના પતિ શફીએ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં હાદિયાને તામિલનાડુના સલેમમાં આવેલ હોમયોપેથિક કોલેજમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. સંભળાવતા કહ્યું કે હાદિયા કોઇની કસ્ટડીમાં રહી શકતી નથી.

આની પહેલાં આ કેસની સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે NIAને ઝાટકો આપતા કહ્યું હતું કે હાદિયા મેચ્યોર છે અને તેને પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર છે. આથી NIA લગ્નની વૈધતાની તપાસ કરી શકતી નથી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે જો છોકરા-છોકરી કહે છે કે તેમના લગ્ન થયા છે તો તેના પર તપાસ થઇ શકતી નથી. જો કે કોર્ટે લવ જેહાદના કેસ પર NIAની તપાસનો આદેશ પાછો લેવા પર કંઇ કહ્યું નથી.

બીજીબાજુ હાદિયા ઉર્ફે અખિલા અશોકન એ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરતાં કહ્યું હતું કે તેઓ મુસ્લિમ છે અને મુસ્લિમ બનીને રહેવા માંગે છે. 25 વર્ષની હાદિયાએ એમ પણ કહ્યું કે પોતાના પતિ શફી જહાંની સાથે જ રહેવા માંગે છે તેની સાથે લગ્ન માટે પોતાનો ધર્મ બદલતા ઇસ્લામ કબૂલ કર્યો હતો.