Kerala plane crash incident : Pilot One time Not Landed Attempt First Time
  • Home
  • Featured
  • કેરળ પ્લેન ક્રેશ: પાયલટને પહેલાં જ ભયંકર ખતરાની ખબર પડી જતા એક વખત તો…

કેરળ પ્લેન ક્રેશ: પાયલટને પહેલાં જ ભયંકર ખતરાની ખબર પડી જતા એક વખત તો…

 | 7:05 am IST

કેરળ પ્લેન અકસ્માત અંગે જેને પણ સાંભળ્યું તે દંગ રહી ગયું છે. ઘટનાનું અસલ કારણ શું હતું અને અકસ્માત પહેલાં શું થયું હતું એ તો બ્લેક બોક્સ પરથી ખબર પડી જશે. પરંતુ એ ખબર પડી ગઇ છે કે પાયલટે અકસ્માતની પહેલાં એક વખત લેન્ડિંગ ટાળ્યું હતું. તો શું એને પણ રનવે પર લેન્ડિંગનો ખતરો દેખાયો હતો.

રન વે જોઇને પહેલી વખત લેન્ડિંગ કર્યું નહીં, બીજી વખત લેન્ડિંગ કર્યું તેમાં અકસ્માત સર્જાયો. વિમાન અકસ્માત બાદ હવે એ ભાળ મેળવવાની કોશિષ થઇ રહી છે કે આખરે આ ગોઝારી ઘટના બની કંઇ રીતે. બ્લેક બોક્સ પરથી તો ખબર પડશે જ પરંતુ તેની પહેલાં રીયલ ટાઇમ એર ટ્રાફિકથી પણ કેટલીક માહિતી મેળવવાની કોશિષ ચાલી રહી છે. રિયલ ટાઇમ એર ટ્રાફિક જોનાર વેબસાઇટ જેવી કે flightradar24 પાસેથી મળેલી માહિતી પ્રમાણે એક વાત સ્પષ્ટ થઇ છે કે અકસ્માત જે લેન્ડિંગ બાદ થયો તે બીજ લેન્ડિંગ વખતે થયો.

પાયલટને પહેલાં ખતરાનો અંદાજો આવી ગયો હતો

ફ્લાઇટરેડર 24 મુજબ, પાયલોટે લેન્ડિંગના થોડા સમય પહેલા જ તેને ટાળી દીધું હતું. અલબત્ત રન-વે ઉપર પાણી ભરાઈ જવાને કારણે પાયલોટને વિમાન ઉતારવાનું જોખમ દેખાયું હશે. પહેલી વખત રન-વેનું મૂલ્યાંકન કરતાં પાયલોટે વિમાનને આગળ ખેંચી લીધું અને લેન્ડિંગ કર્યું નહીં, પરંતુ બીજી વાર લેન્ડ કરવા માંગતા હતા અને વિમાન અચાનક લપસી પડ્યું અને રન-વેની બાજુમાં ખીણમાં જઇ પડ્યું.

વિમાન વરસાદના પાણી પર લપસી ગયું

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીએ એક ટ્વિટમાં કહ્યું છે કે એઆઈ વિમાન મુસાફરો લઇને આવી રહ્યું હતું અને વરસાદને કારણે તે રન-વે પરથી સરકી ગયું હતું, ત્યારબાદ તે 35-ફુટ ઊંડી ખીણમાં પડયું અને બે ટુકડા થઇ ગયા. આપને જણાવી દઈએ કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત નીપજ્યાં છે.

આગળના ભાગમાં બેઠેલા લોકો મૃત્યુ પામ્યા

વિમાન રનવે પરથી સરકી ગયું અને સીધું ખાડામાં પડી ગયું. વિમાનની ટોચ સીધી જ જમીન પર પટકાઇ અને તૂટી ગઇ. વિમાન ફાટ્યું નથી નહીં તો મોટો અકસ્માત સર્જાયો હોત. મૃત્યુ પામેલા લોકોમાંના મોટાભાગના એ લોકો છે જે વિમાનમાં આગળની તરફ બેઠા હતા. આ જ કારણ છે કે વિમાનના બંને પાઇલટ્સ પણ મરી ગયા.

આ વીડિયો પણ જુઓ : એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી લપસ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન