કેરળમાં એક રસ્તાનું નામ એવું રખાયું કે, સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કેરળમાં એક રસ્તાનું નામ એવું રખાયું કે, સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ

કેરળમાં એક રસ્તાનું નામ એવું રખાયું કે, સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ

 | 4:31 pm IST

કેરળના કાસરાગોડ નગરપાલિકાના તિરુપત વોર્ડની એક ગલીનું નામ ગાઝા સ્ટ્રીટ રાખવામાં આવ્યું છે. આ માહિતીથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે અને નજર બનાવીને બેસી છે. કારણ કે, ઈઝરાયલ અને ફિલીસ્તીનની વચ્ચેગાઝા પટ્ટી નામની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

સુરક્ષા એજન્સીઓ આ નામની પાછળ કટ્ટરપંથીનો પ્રભાવ હોવાનું માની રહી છે. રાજ્યના 21 યુવક ગત વર્ષથી ગાયબ છે, આ તમામ આવા જ કટ્ટરપંથી ત્તત્વોના પ્રભાવમાં આવ્યા હોવાનુ કહેવામાં આવી રહ્યું છે.

તિરુપતિની જામા મસ્જિદની પાસે આવેલા એક રસ્તાનું નામ ગત મહિને ગાઝા રાખવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન કાસરગોડ જિલ્લા પંચાયત અધ્યક્ષ એસીબી બશીરે કર્યું હતું. જોકે, બશીરનું કહેવું છે કે, રસ્તાનું ઉદઘાટન કરવા માટે તેમને છેલ્લી મિનીટોમાં બોલવવામાં આવ્યા હતા. સાથે જ આ વિવાદ વિશે તેમને કંઈ જ ખબર નથી તેવું તેમણે કહ્યું હતું.

નગરપાલિકાના અધિકારીઓ રસ્તાનું નામ ગાઝા રાખવાને લઈને વિવિધ મત દર્શાવી રહ્યાં છે. તેમનો દાવો છે કે, તેમને આવી કોઈ જાણકારી ન હતી.

નગરપાલિક પરિષદમાં પ્રસ્તાવ રજૂ કરાયો ન હતો
તેમણે કહ્યું કે, સામાન્ય રીતે જ્યારે એક રસ્તાનું નામ બદલવામાં આવે છે, તો નગરપાલિકા પરિષદમાં તેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. આ રસ્તાનો પ્રસ્તાવ અત્યાર સુધી આ પ્રક્રિયાના માધ્યમથી પાસ કરાયો નથી.

ગુપ્તચર એજન્સીઓ થઈ સતર્ક
કોસરગોડ નગરપાલિકાના વિપક્ષી નેતા પી.રમેશે કહ્યું કે, જ્યારે આ બાબત નગરપાલિકા પરિષદમાં રજૂ કરવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે, ગુપ્તચર એજન્સીઓ આ વિસ્તારના વિકાસ પર નજર રાખી રહી છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, આતંકી સંગઠન આઈએસમાં સામલ થવા માટે દેશમાંથી જેટલા પણ યુવકો ગયા છે, તેમાં સૌથી વધુ કાસરાગોડ સાથે સંબંધ ધરાવે છે, તેથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ રહી છે.