Keralian Christian host a iftar to 800 employees in UAE
  • Home
  • NRI
  • આ ભારતીય ક્રિશ્ચિયને મુસ્લિમ દેશમાં મસ્જિદ બનાવી, 800 કર્મીઓને ઈફ્તારી આપી

આ ભારતીય ક્રિશ્ચિયને મુસ્લિમ દેશમાં મસ્જિદ બનાવી, 800 કર્મીઓને ઈફ્તારી આપી

 | 7:10 pm IST

સંયુક્ત અરબ અમિરાતમાં ભારતના એક ક્રિશ્ચિયન બિઝનેસમેને કર્મચારીઓ માટે મસ્જિદ બનાવી અને રમજાનમાં 800 કર્મીઓને ઈફ્તારી કરાવી દુનિયાભરમાં સદભાવનાની અનોખી મિશાલ કાયમ કરી છે. કેરળના કાયમકુલના રહેવાસી 49 વર્ષીય સાજી ચેરિયન ફુજૈરામાં મુસ્લિમ કર્મચારીઓ માટે એક મસ્જિદ બનાવી હતી. તેઓએ આ મસ્જિદ કર્મચારીઓના આવાસ સ્થળ નજીક બનાવી છે.

પહેલાં મુસ્લિમ કર્મચારીઓને નમાજ પઢવા માટે દૂરની મસ્જિદમાં જવું પડતું હતું. આ માટે તેઓને ટેક્સી ખર્ચ ચૂકવવો પડતો હતો. આ વાત ધ્યાને આવતાં ચેરિયને મરિયમ ઉમ્મ ઈસા મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. 2003માં યુએઈમાં આવેલાં ચેરિયન આજે કેટલીય કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓ સહિત 800 લોકોને ઈફ્તારી કરાવે છે.

ચેરિયને કહ્યું કે, ‘મસ્જિદ ગત વર્ષે રમજાનની 17મી રાત્રે ખુલી હતી. અને એટલે જ હું બાકીના દિવસો માટે જ ઈફ્તાર કરાવી શક્યો હતો. આ વર્ષથી હું દરરોજ આમ કરીશ.’ મસ્જિદમાં ઈફ્તારી કરનાર પાકિસ્તાની બસ ચાલકે કહ્યું કે, દુનિયાને ચેરિયન જેવા લોકોની આવશ્યકતા છે. જો દુનિયામાં તેમના જેવા લોકો નહીં હોય તો, દુનિયા ખતમ થઈ જશે. હું તેમના માટે દુઆ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન