Kerry Katona proudly bares ‘lumps, bumps, stretchmarks and cellulite’ in underwear selfie
  • Home
  • Photo Gallery
  • આવી તસ્વીરો પોસ્ટ કરીને કેરી કટોનાએ કહ્યું- ગર્વ સાથે મારા સ્ટ્રેચમાર્ક્સનું પ્રદર્શન કરી રહી છું

આવી તસ્વીરો પોસ્ટ કરીને કેરી કટોનાએ કહ્યું- ગર્વ સાથે મારા સ્ટ્રેચમાર્ક્સનું પ્રદર્શન કરી રહી છું

 | 3:17 pm IST

કેરી કટોના તેના બિકિની ફોટાઓ પર અપમાનજનક પોસ્ટ કરનારા ટ્રોલની નિંદા કર્યા પછી ફરી તેની પોસ્ટ સાથે પરત ફરી છે, જેમાં તે સ્ટ્રેચમાર્ક અને સેલ્યુલાઇટ ગર્વથી દર્શાવે છે. એક અહેવાલ મુજબ પાંચની માતાએ એક સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં તે ક્રીમ રંગની બ્રા અને સફેદ પેન્ટમાં હસતી જોવા મળી હતી.

કેરીએ ફોટાના ટાઈટલમાં લખ્યું, “કોઈ ફિલ્ટર્સ નહીં. લંપ્સ અને બમ્પ્સ, માર્ક્સ અને સેલ્યુલાઇટ. હું આધ્યાત્મિક અને માવજતની સફર પર છું. કૃપા કરીને મને બધી માહિતી માટે ડીએમ (સીધો સંદેશ) મોકલો.”

તેના ફોટા પર તેના પ્રશંસકોએ વખાણ કર્યા હતા. એક વપરાશકર્તાએ લખ્યું, “મેં કોઈ લંપ્સ, બંપ્સ અને સ્ટ્રેચ માર્ક્સ કે સેલ્યુલાઇટ તરફ ધ્યાન આપ્યું નથી. તમે આકર્ષક લાગી રહ્યાં છો.”

બીજા વપરાશકર્તાએ ટિપ્પણી કરી, “મૂર્ખ લોકો તમારા શરીર વિશે શા માટે ચિંતિત છે. મને લાગે છે કે તમે એકદમ ગજબ લાગી રહ્યાં છો. આપણા બધાના શરીર પર લંપ્સ અને બમ્પ/ડાઘ હોય છે. મારા શરીર પર તો ચોક્કસપણે છે. આપણે તેના વિશે નકારાત્મક બનવાને બદલે રાજીખુશીથી તેને સ્વીકારવા જોઈએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન