NIFTY 10,147.55 -5.55  |  SENSEX 32,402.37 +-21.39  |  USD 64.3275 +0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કેશવ મહારાજ ઝળક્યો, આફ્રિકાનો આઠ વિકેટે વિજય

કેશવ મહારાજ ઝળક્યો, આફ્રિકાનો આઠ વિકેટે વિજય

 | 2:46 am IST

વેલિંગ્ટન, તા. ૧૮

સાઉથ આફ્રિકાએ યજમાન ન્યૂઝીલેન્ડને બીજી ટેસ્ટ મેચમાં આઠ વિકેટે પરાજય આપી ત્રણ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.  સાઉથ આફ્રિકાની જીતમાં ભારતીય મૂળના કેશવ મહારાજે છ વિકેટ ઝડપી આફ્રિકાની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં ૨૬૮ રન બનાવ્યા હતા જેના જવાબમાં આફ્રિકાએ ૩૫૯ રન બનાવી ૯૧ રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ૯૧ રનના દેવા સાથે ઊતરેલી ન્યૂઝીલેન્ડની ટીમને શરૂઆતી ઝટકા આપતાં ૬૪ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી કેશવ મહારાજે મિડલઓર્ડરને ધમરોળતાં સમગ્ર ટીમ ૧૭૧ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી જીત રાવલે સૌથી વધુ ૮૦ રન બનાવ્યા હતા જ્યારે વોટલિંગે ૨૯ અને બ્રૂમે ૨૦ રન બનાવ્યા હતા. તે સિવાયના આઠ બેટ્સમેનો ડબલ ફિગરે પણ પહોંચી શક્યા નહોતા. સાઉથ આફ્રિકાને જીત માટે ૮૧ રનના ટાર્ગેટ સામે ૪૮ રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ હાશિમ અમલાના અણનમ ૩૮ રન અને જે પી ડયુમિનીના અણનમ ૧૫ રનની મદદથી મેચ જીતી લીધી હતી. બંને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ ૨૫ માર્ચથી રમાશે.