Keshav Maharaj will not Play in third test match against India
  • Home
  • Sports
  • Cricket
  • ભારત સામે હાર બાદ દ.આફ્રિકાના પડતા પર પાટુ, સ્ટાર ખેલાડી ત્રીજી ટેસ્ટ મેચમાંથી થયો બહાર

ભારત સામે હાર બાદ દ.આફ્રિકાના પડતા પર પાટુ, સ્ટાર ખેલાડી ત્રીજી ટેસ્ટ મેચમાંથી થયો બહાર

 | 7:49 pm IST

પુણે ખાતે રમાયેલ 3 ટેસ્ટ મેચ સિરીઝની બીજી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને ઇનિંગ અને 137 રનથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. આ સંપૂર્ણ મેચ દરમિયાન ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં દેખાઈ હતી. જ્યારે મહેમાન ટીમ સાઉથ આફ્રિકા સંઘર્ષ કરતા નજરે આવી હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે અને સિરીઝ પણ પોતાના નામે કરી છે.

જોકે હવે સાઉથ આફ્રિકા માટે એક માઠા સમાચાર આવ્યા છે. દક્ષિણ આફ્રિકાનો ડાબોડી સ્પિન બોલર કેશવ મહારાજ ઇજાગ્રસ્ત થયો છે અને આ કારણે તે ત્રીજા ટેસ્ટમાંથી બહાર થયો છે. ખભાની ઇજાને કારણે કેશવ હવે રાંચીમાં યોજાનારી શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચમાં નહીં રમી શકે. તેની જગ્યાએ ટીમમાં જ્યોર્જ લિન્ડેને સામેલ કરવામાં આવ્યો છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

આપને જણાવી દઈએ કે પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે કેશવના જમણા ખભાને ઈજા થઈ હતી. આમ છતાં, તેણે ટીમ માટે બંને ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકા માટે 10માં ક્રમે બેટિંગ કરી સર્વાધિક 72 રન બનાવ્યા હતા અને ફિલેન્ડર સાથે મળીને 100 રનથી વધુની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ બીજી ઇનિંગ્સમાં પણ કેશવે 65 બોલમાં 22 રન બનાવ્યા હતા.

આ વીડિયો પણ જુઓ: જીપીએસસી ક્લાસ વન અને ટુની પરિક્ષા આજરોજ યોજાઇ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન