રિસાયેલા સભ્યોની નારાજગી દૂર કરવામાં કેશુભાઈ પટેલ નિષ્ફળ - Sandesh
  • Home
  • Bhuj
  • રિસાયેલા સભ્યોની નારાજગી દૂર કરવામાં કેશુભાઈ પટેલ નિષ્ફળ

રિસાયેલા સભ્યોની નારાજગી દૂર કરવામાં કેશુભાઈ પટેલ નિષ્ફળ

 | 2:00 am IST

તાજેતરમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણૂક મામલે ભાજપના સદસ્યોમાં ભારે અસંતોષ ઊભો થયો હતો. હોદ્દો મળવાની જેમને આશા હતી તેવા સિનિયર અને જુનિયર સદસ્યોને પદભાર ન મળતાં અસંતોષ સપાટી પર આવ્યો હતો. જોકે, સભ્યોની નારાજગીને દૂર કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખે મોડેથી પ્રયત્નો શરૃ કર્યા પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું કાર્યકરોમાંથી સાંભળવા મળી રહ્યું છે.

જિલ્લા-તાલુકા પંચાયતોમાં પદાધિકારીઓની વરણી વેળાએ ઘણા સિનિયર સભ્યો તેમને ગમતી સમિતિમાં ચેરમેન પદ પાકું જ છે તેમ સમજતા હતા. તો જુનિયર સભ્યો પણ સારા ચાન્સની રાહમાં હતા. તદ્દઉપરાંત જિલ્લાના પક્ષના આગેવાનો પણ તેમના ટેકેદારો માટે પણ ભલામણ કરી હતી. જ્યારે પાર્ટી દ્વારા જે નામોની જાહેરાત થઈ તેને લઈને મોટ અસંતોષ ઊભો થયો હતો. નારાજ સભ્યો તેમની રીસ છુપાવી શક્યા નહોતા પાર્ટી લાઈન કોરાણે મૂકીને નિવેદનબાજી શરૃ કરી હતી.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, આ દરમિયાનમાં રિસાયેલા સભ્યોની નારાજગી આગામી લોકસભાની ચૂંટણીમાં પક્ષને નુકસાન પહોંચાડી શકે તેમજ જૂથબંધી પાર્ટી માટે નુકસાનકારક સાબિત થતાં જિલ્લા ભાજપના પ્રમુખે ડેમેજ કંટ્રોલના ભાગ રૃપે નારાજ સભ્યોને સાંભળવા તેમજ મનાવવા માટે જિલ્લા ભાજપ કાર્યાલયે બોલાવ્યા હતા. જોકે, ઘણા સભ્યોએ ગેરહાજર રહી તેમની નારાજગી વધુ એકવખત સ્પષ્ટ રીતે જાહેર કરી હતી. તો બીજીતરફ, હાજર રહેલા સભ્યોએ આ બાબતે કોઈ મચક નહીં આપતા કેશુભાઈ પટેલનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. મિટિંગ પૂુર્ણ થયા બાદ તેમની નિષ્ફળતાની વાત વાયુવેગે ભાજપના જ આગેવાનો તથા કાર્યકરોએ ફેલાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન