કેસોવરીના પગમાં ત્રણ અંગુઠા હોય છે, અને ૫ ઈંચ લાંબા નખ હોય છે! - Sandesh
  • Home
  • Kids Corner
  • કેસોવરીના પગમાં ત્રણ અંગુઠા હોય છે, અને ૫ ઈંચ લાંબા નખ હોય છે!

કેસોવરીના પગમાં ત્રણ અંગુઠા હોય છે, અને ૫ ઈંચ લાંબા નખ હોય છે!

 | 12:23 am IST

કેસોવરી એ સૌથી મોટું પક્ષી જે ઊડી શક્તું નથી. તેઓને રાઇટેટ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં શાહમૃગ, ઇમુ, મોઆ જે હવે લુપ્ત થઇ ગયું છે તેમજ નાના કિવી આ બધા પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. કેસોવલી પક્ષી મોટેભાગે ન્યૂ અને ઉત્તર પૂર્વીય ઓસ્ટ્રેલિયાની ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં રહે છે. તેઓ જંગલોમાં રહેતા શરમાળ પક્ષી છે. કેસોવરી પક્ષીઓ ખૂબ જ ગુસ્સાવાળા હોય છે અને તેઓ લોકો પર હુમલો પણ જલદી કરે છે જેના કારણે તેની નજીક જઇને તેના વિશે જાણકારી મેળવી મુશ્કેલ બને છે.

કેસોવરીની ત્રણ પ્રજાતિઓ છે, દક્ષીણીય કેસોવરી, કેસ્યુરીયસ કેસોવરી જે ઓસ્ટ્રેલિયા અને ન્યૂગિનિમાં જોવા મળે છે તેમજ ઉત્તરીય કેસોવરી જે મોટેભાગે ન્યૂગિનિ અને ન્યૂ બ્રિટનમાં રહે છે. તેને સિંગલ વોટલ્ડ કેસોવરી, ગોલ્ડ-નેક કેસોવરી અથવા બ્લિથ્સ કેસોવરી પણ કહેવામાં આવે છે. ડ્વાફ કેસોવરી જે ન્યૂગિનિમાં જોવા મળે છે તે ૨૫ કિલોગ્રામ સુધીનું વજન ધરાવે છે. તેમજ તે ૧ મીટર ઊંચું થઇ શકે છે. તેને બેનેટ કેસોરી, માઉન્ટેન કેસોવરી અથવા મુરુક કેસોવરી પણ કહેવામાં આવે છે. દક્ષિણ કેસોવરી એ જંગલમાં રહેતું વિશ્વનું સૌથી મોટંુ પક્ષી છે, અને શાહમૃગ પછી બીજા નંબરે આવતું સૌથી વજનદાર પક્ષી છે. તે શાહમૃગ અને ઇમુ પછી આવતંુ સૌથી ઊંચું પક્ષી છે.

માદા કેસોવરી નર કેસોવરી કરતાં કદમાં મોટંુ અને ઘાટ્ટા કલરનું હોય છે. પુખ્ત વયના દક્ષિણ કેસોવરીની લંબાઇ ૧.૮ મીટરની હોય છે. જ્યારે કેટલીક માદા કેસોવરી ૨ મીટર લાંબી અને લગભગ ૭૦ કિલોગ્રામ જેટલું વજન હોય છે. માદા કેસોવરીના ગળામાં પીંછા હોતા નથી. તેમના ગળામાં લાલ, પીળો, વાદળી અને જાંબલી ઘાટ્ટો રંગ હોય છે. દક્ષિણ કેસોવરીના ગળામાં બે વોટલ્સ હોય છે, જે તેની ગળાની ચામડીમાં લટકતો ભાગ છે. ઉત્તરીય કેસોવરીને એક વોટલ્સ હોય છે જ્યારે ડ્વફ કેસોવરીને એક પણ વોટલ્સ હોતા નથી. તેના દરેક પગ પર ત્રણ અંગુઠા હોય છે, અને દરેક અંગુઠામાં તીક્ષ્ણ નખ હોય છે, જે ૫ ઇંચ લાંબા હોય છે. જેના વડે તે હુમલો કરે છે. તે કલાકના ૫૦ કિલોમીટર ચાલી શકે છે, તેમજ ૧.૫ મીટર સુધી કૂદકો મારી શકે છે. તમામ ત્રણેય પ્રકારના કેસોવરીના માથા પર હેલ્મેટ જેવો ટોપ હોય છે.

માદા કેસોવરી એક સમયમાં ત્રણથી આઠ મોટા લીલા વાદળી કલરના ઇંડાં મૂકે છે. તેના ઇંડાં લગભગ ૪ ઇંચ જેટલા મોટા હોય છે અને તેનું વજન ૬૦૦ ગ્રામ જેટલું હોય છે. નર કેસોવરી બે મહિના સુધી એટલે કે જ્યાં સુધી બચ્ચાં આવવાની તૈયારીના હોય ત્યાં સુધી ઇંડાં પર બેસે છે. તેઓનો મુખ્ય ખોરાક ફળ છે, પણ તે ઉપરાંત તેઓ અન્ય વસ્તુઓ ઔજેવી કે ગોકળગાય, ફુગ, ફર્ન અને ફૂલો ખાય છે. ધીરેધીરે તેમની પ્રજાતિ નષ્ટ થતી જાય છે જે ચિંતાનો વિષય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન