Keto Diet May Increase Cancer And Heart Disease Risk In People Study
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું તમે પણ વજન ઘટાડવા કરો છો ડાયેટ? આ ડાયેટ વધારી રહી છે કેન્સર અને હૃદયની બીમારીનું જોખમ

શું તમે પણ વજન ઘટાડવા કરો છો ડાયેટ? આ ડાયેટ વધારી રહી છે કેન્સર અને હૃદયની બીમારીનું જોખમ

 | 11:26 am IST
  • Share

આપણે ઘણા સમયથી જુદી-જુદી ડાયેટ વિશે સાંભળી રહયા છીએ, અને એમાં પણ કીટો ડાયેટ તો ખૂબ જ ચલણમાં છે. ઘણા સેલેબ્સ પણ પોતાનું વજન ઘટાડવા માટે આ ડેટ ફોલો કરતા હોય છે. વાત એમ છે કે વધુ લો-કાર્બોહાઇડ્રેટ ડાયેટ હોવાને કારણે કીટો ડાયેટ ખૂબ જ ઝડપથી વજન ઘટાડે છે. જો કે કેટલાક નિષ્ણાતોએ કીટો ડાયેટથી થતા નુકશાનને જોઈને લોકોને ચેતવણી આપી છે. ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો એવું માને છે કે કીટો ડાયેટ ખતરનાક અને લાંબા ગાળાની બીમારીનું કારણ પણ બની શકે છે.

સૌથી પહેલા જણાવી દઈએ કે કીટો ડાયેટ શું હોય છે? કીટો ડાયેટમાં કાર્બ્સની ફેટવાળી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં છે. એમાં મીટ, ફેટીફીશ, ઈંડા, માખણ અને મલાઈ, ચીઝ, અખરોટ, બદામ, ઓઇલ, એવોકાડો, લીલા શાકભાજી અને ઘણા પ્રકારના મસાલાઓ સામેલ હોય છે. સાથે જ કીટો ડાયેટ કરવા પર તમારે કાર્બ્સવાળી વસ્તુઓથી દૂર રહેવાનું હોય છે, જેમાં શુગર ફૂડ, આખા અનાજ, ફ્રૂટ્સ, રાજમા, દાળ, બટાકા, શક્કરિયાં, ગાજર અને મધ જોઈ વસ્તુઓથી દૂર રહેવાનું હોય છે.

ત્યારે જાવે કીટો ડાયેટ ખતરનાક હોવા અંગે તાજેતરમાં જ ‘ફ્રન્ટિયર્સ ઈન ન્યુટ્રિશન’ અને ‘સેવન મેડિસિન’માં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. આ સિવાય અમેરિકા અને કેનેડાની સંસ્થાઓમાં પણ લગભગ 123 જુના અભ્યાસોનું વિશ્લેષણ થયું. આમાં સંશોધકોને મળી આવ્યું કે કિટોજેનિક ડાયેટ કાર્બોહાઇડ્રેટના સેવનને તો સીમિત કરે છે, પણ એનાથી મેટાબોલિઝ્મની કાર્યશૈલી પર પણ અસર થાય છે.

વિશ્લેષણના આધાર પર સંશોધકોએ એ પણ કહ્યું કે કીટો ડાયેટથી થતા ફાયદા કરતા તેના નનક્ષણ વધારે હોઈ શકે છે. કીટો ડાયેટમાં માંસ, ચીઝ, ઓઇલ જેવી વસ્તુઓને કારણે શરીરને કોઈ પોષક તત્વો નથી મળતાં. એને કારણે કીટો ડાયેટ કરતા લોકોમાં કેટલીક બીમારીઓનું જોખમ વધી જાય છે. એક નિષ્ણાંતનું કહેવું છે કે કીટો ડાયેટના ફૂડને કારણે મોટા આંતરડાનું કેન્સર, હૃદયને લગતી બીમારીઓ અને અલ્ઝાઇમર જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે.

અભ્યાસમાં એ વાતનો દાવો પણ કરવામાં આવ્યો છે કે કીટો ડાયેટ કિડની સાથે જોડાયેલી સમસ્યા કે ડાયાબિટીસ જેવી બીમારીઓને પણ ટ્રીગર કરી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો