ketu transit in Scorpio 2020 know the effect your zodiac sign
  • Home
  • Astrology
  • નવા વર્ષે કેતુ કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓના જાતકો પર મુશ્કેલી ત્રાટકશે

નવા વર્ષે કેતુ કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓના જાતકો પર મુશ્કેલી ત્રાટકશે

 | 1:03 pm IST

વૈદિક જ્યોતિષમાં કેતુ ગ્રહ એક છાયા ગ્રહ છે. આ ગ્રહને છાયા ગ્રહ એટલે કહેવામાં આવે છે કેમકે કેતુનો કોઈ વાસ્તવિક આકાર કે રૂપ નથી. આ ગ્રહ મોક્ષ, આધ્યાત્મ અને વૈરાગ્યનો કારક છે. એક રીતે રહસ્યમયી ગ્રહ પણ છે. આથી જ્યારે કેતુ કોઈ વ્યક્તિની કુંડળીમાં શુભ હોય છે તે જાતકની કલ્પના શક્તિ અસીમ કરી દે છે. જ્યારે અશુભ હોય તો સમજી લો કે સર્વનાશ નોતરે છે. કેતુ ગ્રહ કોઈ પણ રાશિનો સ્વામી નથી હોતો. પણ ધનુ રાશિમાં આ ગ્રહ ઉચ્ચ અને મિથુન રાશિમાં નીચનો હોય છે.

આ પણ વાંચો: આજે સૂર્ય, તુલસી અને વિષ્ણુની આરાધના કરવાથી ધન-સંપત્તિ મળશે, લક્ષ્મીદેવી રહેશે પ્રસન્ન

વર્ષ 2020માં કેતુનું રાશિ પરિવર્તન
વર્ષ 2020માં કેતુ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ વખતે કેતુ 23 સપ્ટેમ્બર 2020ના સવારે 8 કલાક અને 20 મિનિટે ગુરૂની રાશિ ધનુથી મંગળ રાશિ વૃશ્ચિકમાં જશે. કેતુના આ રાશિ પરિવર્તનથી તમામ રાશિઓ પર કેવી અસર થશે જાણીએ વિગતે.

મેષ રાશિ
મેષ રાશિ માટે કેતુનું આ ગોચર વધારે ધાર્મિક બનાવી જશે. આ વખતે તમે કોઈ ધાર્મિક સ્થળે જઈ શકશો. સાંસારિક જીવનની અપેક્ષાએ આધ્યાત્મ જીવનમાં તમારી રૂચિ રહેશે.

વૃષભ રાશિ
આ વર્ષે કેતુ તમને સફળતા અપાવશે. પગમાં દર્દની ફરિયાદ રહેશે. અભ્યાસમાં સફળતા મળશે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોએ કાર્યક્ષેત્રમાં તકલીફો વેઠવાની રહેશે. વૈવાહિક જીવનમાં કષ્ટ રહેશે. જીવનસાથી અને વેપારમાં ભાગીદાર સાથે મતભેદ થશે.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે કેતુનું આ ગોચર અશુભ છે. આ દરમિયાન જીવનમાં સંઘર્ષનો સામનો કરવાનો રહેશે. શત્રુ તમારા પર હાવી થઈ જશે. સ્વાસ્થ્ય સંભાળવુ.

સિંહ રાશિ
કેતુનુ આ ગોચર સંતાન સંબંધી સમસ્યાઓ લાવશે. પ્રેમ અને પાર્ટનરમાં ટકરાવ થશે.

કન્યા રાશિ
કેતુની ચાલથી કન્યા રાશિના જાતકોના સુખોમાં ઘટાડો થશે, આ સમય તમે માતા-પિતાની તબીયતને લઈને થોડા ચિંતામાં ઘેરાશો. જો કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદવાની ઇચ્છા હોય તો આ સમય યોગ્ય છે તમારા માટે.

તુલા રાશિ
કેતુનું ગોચર તમારા સાહસને ઘટાડશે. આત્મવિશ્વાસ ઓછો થશે. પરિવારમાં ટકરાવ થશે. ભાઈ-બહેન સાથે મતભેદ થશે. આધ્યાત્મિક વિષય તમને આકર્ષશે.

વૃશ્ચિક રાશિ
આ વર્ષ તમારી રાશિમાં કેતુ ગોચર કરશે આથી પરિસ્થિતિઓ તમારી પ્રતિકુળ થાય તે સ્વાભાવિક છે. તમારો મોહ સાંસારિક વસ્તુઓથી ભંગ થશે. ધાર્મિક, વૈરાગ્ય અને આધ્યાત્મિક વિષય તમને ગમવા લાગશે.

ધનુ રાશિ
કેતુનું ગોચર તમારી કલ્પના શક્તિ પ્રબળ બનાવશે. તમે પૂર્વાનુમાન લગાવશો અને પરિસ્થિતિને આલેખી શકશો. વેપાર ધંધામાં પ્રગતિ થાય. ઘરમાં પરિવારજનો સાથે અણબનાવ થાય.

મકર રાશિ
આ વર્ષ તમારા ખરચામાં વધારો થશે. આવક કરતા ખરચા વધી જશે. ધનહાનિની શક્યતા છે. લાંબી યાત્રાના યોગ છે. આવક કરતા ખરચા વધી જશે.

કુંભ રાશિ
આ વર્ષે તમારી આવક ઓછી થશે. અટકેલા પૈસા પણ મહા મુશ્કેલીએ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં નિરાશા સાંપડશે. ધાર્યુ કામ અટકી પડશે.

મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ સમય સારો નથી. પરિસ્થિતિઓ સરળ નથી. કાર્યક્ષેત્રમાં પડકારો આવશે. વિરોધીઓથી બચીને રહેજો. સાવધાનીથી અને ફૂંકી ફૂંકીને આગળ વધવુ.

આ વીડિયો જુઓ: દર્શન કરો અમદાવાદ કલોલ હાઇવે સ્થિત ત્રિમંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન