Kevadiya Colony Is Statue of Unity will also be open on Mondays during Diwali
  • Home
  • Featured
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ઇતિહાસ બદલીને લેવાયો એવો મોટો નિર્ણય કે…

સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ઇતિહાસ બદલીને લેવાયો એવો મોટો નિર્ણય કે…

 | 10:54 am IST

દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. દિવાળી વખતે દર સોમવારે બંધ રહેતું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બંધ રહે છે, પરંતુ હાલ સરકાર તરફથી મળી રહેલા અહેવાલ મુજબ દિવાળી વખતે 28 ઓક્ટોબરે સોમવાર આવતો હોવા છતાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે. દિવાળી પર્વની રજાઓ હોવાના કારણે પ્રવાસીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, ખાલી દિવાળીના દિવસે સોમવાર આવતો હોવાથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ચાલું છે, જ્યારે બાકીના દિવસોમાં સોમવારે રાબેતા મુજબ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બંધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહે છે પણ દિવાળી પર્વની રજાઓ હોવાના કારણે 28 તારીખે સોમવાર હોવા છતાં ખુલ્લું રખાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઇઓ આઈકે પટેલે સત્તાવાર રીતે એક નિવેદન આપીને પ્રવાસીઓના હિતમાં નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા સરદાર સરોવર ડેમ, કેવડિયા ખાતે તૈયાર કરાયેલા વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને આકાશમાંથી નિહાળવા ‘એરિયલ વ્યુ’ માટેની હેલિકોપ્ટર સેવાઓ બંધ કરી દેવાઇ હોવાની જાહેરાત સામે આવી હતી. પરંતુ આજે અચાનક પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે, હેલિકોપ્ટરના અવાજને કારણે વન્ય પ્રાણીઓ ભયભીત થઈ જાય છે અને તેમના માટે ખતરો સર્જાયો હોવા અંગે વન અને પર્યાવરણ ડિપાર્ટમેન્ટની રજુઆતને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીને હાલ પૂરતું બે મહિના માટે હેલિકોપ્ટરની સેવાઓ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. જેના પરિણામે હવે કેવડિયા, સરદાર સરોવર ડેમની મુલાકાતે જનાર પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીને 360 ડીગ્રીએ નિહાળવાનો અદભૂત નજારાના લ્હાવો માણવાથી વંચિત રહેવું પડશે.

જોકે, અન્ય સાઈટ સહિતના વિકલ્પો અંગે વિચારણા કરાઈ રહી છે અને હેલિકોપ્ટર સેવા ફરી શરૂ કરાય તેવી શક્યતા છે. વન મંત્રાયલે એવી રજુઆત કરી છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખૂબ ઊંચાઈએથી નિહાળવા હેલિકોપ્ટર ઉડવાને કારણે થતા મોટા અવાજને કારણે કેવડિયા ખાતે અભયારણ્યમાં રખાયેલા વન્ય પ્રાણીઓ ભયભીત થાય છે.

કેવડિયા ખાતેના અભયારણ્યમાં એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી લાવવામાં આવેલા વન્ય પશુઓ કુદરતી વાતાવરણમાં રહેવા ટેવાયેલા હોવાથી હેલિકોપ્ટરના ઘોંઘાટના કારણે હાંફળા- ફાંફળા અને ‘ડિસ્ટર્બ’ થઈ જાય છે.

આ પણ જુઓ વીડિયો: સુરતના પલસાણાના જોળવા ગામે બે બુટલેગર વચ્ચે ગેંગવોર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન