મિસ્ટ્રી સ્પિનર: આ શ્રીલંકન બોલરની એક્શન જોઇને ટીમ ઇન્ડિયાને આવશે ચક્કર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • મિસ્ટ્રી સ્પિનર: આ શ્રીલંકન બોલરની એક્શન જોઇને ટીમ ઇન્ડિયાને આવશે ચક્કર

મિસ્ટ્રી સ્પિનર: આ શ્રીલંકન બોલરની એક્શન જોઇને ટીમ ઇન્ડિયાને આવશે ચક્કર

 | 6:18 pm IST

ક્રિકેટ વિશ્વને વધુ એક મિસ્ટ્રી સ્પિનર મળી ગયો છે. આ છે શ્રીલંકાના યુવા લેગ સ્પિનર કેવિન કોથિગોડા. તેની એક્શન પૂર્વ સાઉથ આફ્રિકાન બોલર પોલ એડમ્સ અને ભારતીય બોલર શિવિલ કૌશિક જેવી છે. કેવિન અત્યારે મલેશિયામાં રમાઈ રહેલા અંડર-19 એશિયા કપમાં શ્રીલંકા માટે રમી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ઘણા બેટ્સમેનો માટે કેવિનની વિચિત્ર એક્શન તકલીફનો વિષય બની ગઈ છે. જણાવી દઈએ કે, પોલ એડમ્સની બોલિંગ એક્શનને Frog In A Blender કહેવામાં આવે છે.

અફઘાનિસ્તાન સામેની મેચમાં એક વિકેટ ઝડપીને શ્રીલંકાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. કેવિનને પૂર્વ શ્રીલંકન ખેલાડી ધમિકા સુદર્શનાએ કેવિન કોથિગોડાને કોચિંગ આપ્યું છે. જણાવી દઈએ કે, કેવિન ગાલેની જાણીતી રિચમોન્ડ કોલેજમાંથી ભણ્યો છે, જ્યાંથી શ્રીલંકાના ઘણા દિગ્ગજ ક્રિકેટર્સ આવ્યા છે. આ કોલેજ માંથી વનિંડુ હસરંગા અને ડી સિલ્વાએ પણ આ કોલેજ માંથી ડેબ્યુ કર્યું હતું.

અગાઉ કોથિગોડા પહેલીવાર રિચમોન્ડ કોલજની અંડર-13 ટીમ માટે રમ્યો હતો. ક્રિકેટ વેબસાઈટ ‘ક્રિકબઝ’ને તેના કોલેજ કોચ ધમિકા સુદર્શનાએ જણાવ્યું કે, કેવિનની એક્શન ખૂબ જ અલગ છે, પોલ એડમ્સ જેવી. બોલિંગ એક્શન એવી વસ્તુ છે જે શીખવળી શકાય નહીં. તે દરેક વ્યક્તિમાં સહજ રૂપથી હોય છે. શરૂઆતમાં તેને લંબાઈને કારણે પિચ નહોતી દેખાતી પણ હવે તેણે ઘણો સુધારો કર્યો છે.

તેમણે જણાવ્યું કે, કેવિનની યૂનિક એક્શનથી બેટ્સમેન ભ્રમિત થઈ જાય છે. તેની ફિલ્ડીંગ પણ શાનદાર છે. એક્શન ઉપરાંત પણ તેનામાં ઘણી ખાસિયતો છે. તે આવનારા સમયમાં મોટો ક્રિકેટર બનશે. ગોલના જ એમ્પાયર સરથ અશોકાએ પણ કેવિનને શાનદાર ક્રિકેટર કહ્યો છે. કોથિગોડા પણ શ્રીલંકાની નેશનલ ટીમમાં રમવા માગે છે.

શિવિલ કૌશિકની પણ એક્શન પણ સરખી

ઉલ્લેખનીય છે કે, ભારતીય ચાઈનામેન બોલર શિવિલ કૌશિક પહેલીવાર IPL-2016માં જોવા મળ્યો હતો. સુરેશ રૈનાની કેપ્ટનશિપવાળી ગુજરાત લાયન્સ તરફથી રમનારા કૌશિકે આ અગાઉ કોઈ લિસ્ટ-એ મેચ પણ નહોતી રમી. તે કર્ણાટક પ્રીમિયર લીગ (KPL)માં પણ રમતો હતો. કોથિગોડાની ઓળખ KPLમાં હુબલી ટાઈગર્સના નામથી થઇ હતી.