Kevin Koththiigoda bowling action goes viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • આ બોલરની વિચિત્ર બોલિંગ એક્શન થઈ વાયરલ, જોઈ તમે પણ કહેશો અરે…આને શું કહેવાય?

આ બોલરની વિચિત્ર બોલિંગ એક્શન થઈ વાયરલ, જોઈ તમે પણ કહેશો અરે…આને શું કહેવાય?

 | 10:11 am IST

ક્રિકેટ એક એવી રમત છે જે વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. આ રમતથી કેટલાક ખેલાડીઓએ વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ક્રિકેટે ઘણા ખેલાડીઓને રાતોરાત સ્ટાર પણ બનાવ્યા છે. ત્યારે હવે એવો જ એક ખેલાડી સોશિયલ મીડિયા પર સ્ટાર બન્યો છે. આ ખેલાડીની અજીબોગરીબ બોલિંગ એક્શન જોઈ તમે પણ કહેશો કે અરે…આને કઈ બોલિંગ એક્શન કહેવાય?

તાજેતરમાં સોશિયલ મીડિયા એક ખેલાડીની અનોખી બોલિંગ એક્શનનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અબુધાબીમાં ચાલી રહેલી ટી10 લીગની હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જેમાં એક બોલર જેનું નામ કેવિન કોઠ્ઠિગોડા છે તે બાંગ્લા ટાઇગર્સ તરફથી રમી રહ્યો છે. 21 વર્ષનો આ ખેલાડી શ્રીલંકાનો છે અને તેની અલગ બોલિંગ સ્ટાઇલથી હાલ ચર્ચામાં છે. તે એર્નોર્થોડોક્સ રીતે બોલિંગ કરે છે. જ્યારે તે બોલિંગ કરે છે ત્યારે તેનું માથું જમીન તરફ ઝૂકી છે અને ડાબો હાથ પીઠની પાછળ જતો રહે છે. બોલ ફેંકનારો હાથ માથાની ઉપરથી ફરીને આવે છે. તેની આ બોલિંગ એક્શન ઘણી વિચિત્ર છે. બાંગ્લા ટાઇગર્સે સામે આ મેચમાં ડેક્કન ગ્લેડિયટર્સને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન