kevin pietersen troll Virat kohli and Anushka Sharma after live chat
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ-કેવિનની Live ચેટ વચ્ચે અનુષ્કાએ પતિને બોલાવ્યો, પીટરસને પણ સ્ક્રીનશોટ સાથે કરી ટ્રોલ!

વિરાટ-કેવિનની Live ચેટ વચ્ચે અનુષ્કાએ પતિને બોલાવ્યો, પીટરસને પણ સ્ક્રીનશોટ સાથે કરી ટ્રોલ!

 | 8:49 am IST

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ બાદ કેવિન પીટરસને એક મજેદાર સ્ક્રીનશોટ શેર કર્યો. જે હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. આપણે જણાવી દઈએ કે આ ચેટ દરમિયાન વિરાટની પત્ની અને બોલિવૂડ એક્સ્ટ્રેસ અનુષ્કા શર્માએ કોમેન્ટ કરી હતી. જેને બધાનું ધ્યાન આકર્ષિત કર્યું.

અનુષ્કા શર્માએ કોહલી અને પટરસનની લાઈવ ચેટ વચ્ચે લખ્યું કે ચાલો, ચાલો ડિનરનો સમય છે….! હાલ હિન્દીમાં ટ્વીટ કરવા માટે જાણીતા કેવિન પીટરસને અનુષ્કાના કોમેન્ટનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સ્ક્રીનશોટ શેર કરતાની સાથે પીટરસને મજેદાર કોમેન્ટ કરતા લખ્યું કે,‘જ્યારે બોસ કહે ટાઇમ સમાપ્ત થયો, તો સમય સમાપ્ત થયો.’ આ કેપ્શન સાથે પીટરસને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ટેગ પણ કર્યા.

પીટરસન દ્વારા આ સ્ક્રીનશોટ શેર કર્યા બાદ ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. કેપ્ટન કોહલીએ પણ આ પોસ્ટ જોઈ પણ કઈ લખ્યું નહીં માત્ર પીટરસનની પોસ્ટને લાઈક કરી. આપણે જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે બધી ક્રિકેટ મેચ રદ થઈ છે અને લોકડાઉનના કારણે ખેલાડીઓ ઘરમાં કેદ છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ત્યારે કેટલાક ખેલાડીઓ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવા લાગ્યા છે.

આ વીડિયો પણ જુઓ: સુરતના રાંદેરના 54000 લોકોને માસ ક્વોરન્ટાઈન કરાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન