keya vaja will be participating in miss india international see pictures
  • Home
  • Photo Gallery
  • ગુજરાતની આ ગોરી હવે આખી દુનિયા સામે ધમાકો કરશે, PHOTOS જાણે કે સુંદરતાનો પર્યાય!

ગુજરાતની આ ગોરી હવે આખી દુનિયા સામે ધમાકો કરશે, PHOTOS જાણે કે સુંદરતાનો પર્યાય!

 | 6:31 pm IST

ગુજરાતીઓ હવે દેશ વિદેશમાં નામ કમાવા લાગ્યા છે. એ પછી ભલે ગમે તે ફીલ્ડ હોય પણ ગુજરાતીઓ મોખરે રહે છે. એવી જ એક ગુજરાતણની કહાની આજે તમારી સમક્ષ પેશ કરીએ છીએ. મીસ ઈન્ડિયામાં ભાગ લઈ ચૂક્યા બાદ હવે મીસ ઈન્ડિયા ઈન્ટરનેશનલમાં ભાગ લેવા જઈ રહી છે. આ ગુજ્જુ દિકરીએ ગુજરાતનું ગૌરવ વધારવામાં ઘણું યોગદાન આપ્યું એવું કહી શકાય.

આ યુવતીનું નામ છે કેયા વાઝા. આ દીકરી આદિવાસી અંતરિયાળ વિસ્તાર એવા અરવલ્લીના ભીલોડાના માંકરોડા ગામની યુવતી છે. ગામડામાં અભ્યાસ પુરો કરીને અમદાવાદ ખાતે બીએસસી કરવા આવી હતી. પોતાની સુંદરતા નીખારવા તેણે મહેનત કરી અને મીસ ઈન્ડિયાના મુકામ સુધી પહોચી ગઈ. પરંતુ મીસ ઇન્ડિયાના ખિતાબ જીતવામાં તે સફળ ન રહી. હવે તે મીસ ઇન્ડિયા ઈન્ટરનેશનલ 2019માં ભાગ લેશે અને પોતાનો દમ બતાવશે.

આમ તો કેયાને બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફિડન્સનો એવોર્ડ પણ મેળવ્યો. કેયાએ અનેક પ્રકારના ફોટોશૂટ પણ કર્યા છે. જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. કેયાનું સ્વપ્ન છે કે તે મિસ ઓબિર્ટ વલ્ડ વાઈડ પેજન્ટમાં જવું છે. આ ઉપરાંત યુવતીને મુવીમાં કામ કરવાની પણ ઈચ્છા છે. તો જુઓ કેયાના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન