કીબોર્ડ પર ટાઇપ કરવાની ઝડપ પાર્કિન્સન્સનાં લક્ષણો દર્શાવી શકે છે - Sandesh
  • Home
  • Newspaper
  • કીબોર્ડ પર ટાઇપ કરવાની ઝડપ પાર્કિન્સન્સનાં લક્ષણો દર્શાવી શકે છે

કીબોર્ડ પર ટાઇપ કરવાની ઝડપ પાર્કિન્સન્સનાં લક્ષણો દર્શાવી શકે છે

 | 1:48 am IST

તમે કીબોર્ડ પર જે ઝડપે ટાઇપ કરો છો તે વાત પાર્કિન્સન્સ(મગજનો એક રોગ)ના આરંભનાં લક્ષણો દર્શાવી શકે છે તેવું એક નવાં સંશોધનમાં બહાર આવ્યું છે. વિવિધ કી પ્રેસ કરવામાં લાગતો સમય એ વાતનો સંકેત આપે છે કે શું તે વ્યક્તિ હાથની ધ્રુજારીથી પીડિત છે કે નહીં, જ્યારે હલનચલનના વિકારનો ભોગ બનેલાં લોકો અને સામાન્ય લોકોની વચ્ચેની ટાઇપિંગની સ્પીડની તુલના કરવામાં આવે છે ત્યારે તે ૮૦ ટકા કિસ્સામાં પાર્કિન્સન્સનું ચોક્કસાઈથી નિદાન કરે છે. ૭૫ ટકા લોકો હાથની ધ્રુજારીથી પીડિત છે જે વત્તા-ઓછા પ્રમાણમાં પાર્કિન્સન્સની બીમારીનો ભોગ બન્યાં હોય છે.

પુરુષોમાં પાર્કિન્સન્સનાં જોખમમાં વધારો

તનાવભરી સ્થિતિમાં કામકાજ કરવાથી ફક્ત પુરુષોમાં પાર્કિન્સન્સનું જોખમ વધે છે. ચાલુ મહિનાની શરૂઆતમાં બહાર પડેલાં એક સંશોધનમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે તણાવગ્રસ્ત સ્થિતિમાં કામ કરવાથી પાર્કિન્સન્સનાં જોખમમાં વધારો થાય છે. સંશોધકો એવું પણ માની રહ્યા છે કે જે મહિલાઓ તેમની નોકરીમાં સૌથી વધારે કન્ટ્રોલ ધરાવતી હોય છે તેઓ વધારે ઓવરટાઇમ કરતી હોય છે અથવા તો તેમનું કામ ઘેર લઈ જાય છે, જેને કારણે તણાવ પેદા થાય છે. અગાઉનાં સંશોધનમાં એવું જણાવાયું હતું કે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ પાર્કિસન દર્દીઓમાં સૌથી વધારે હોય છે.

દુનિયાભરમાં ૧ કરોડ લોકો પાર્કિન્સન્સથી પીડિત

દુનિયાભરમાં ૧ કરોડ કરતાં પણ વધારે લોકો આ રોગથી પીડિત છે. ૨૦ ટકા રોગીઓમાં આ રોગનાં લક્ષણો તો દેખાતાં પણ નથી. યુવાનોએ પણ સચેત બની જવાની જરૂર છે, કારણ કે યુવાનોમાં આ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. પાર્કિન્સન્સ બીમારીનું મુખ્ય લક્ષણ હાથ-પગમાં ધ્રુજારી કે કંપન છે. લગભગ ૭૫ ટકા રોગીઓમાં મુખ્ય લક્ષણ તરીકે હાથની ધ્રુજારી જોવા મળે છે.