ખેરવા કોલેજ સામે, મોઢેરા રોડ ઉપર ટાયરો સળગાવાયા - Sandesh
  • Home
  • Mehsana
  • ખેરવા કોલેજ સામે, મોઢેરા રોડ ઉપર ટાયરો સળગાવાયા

ખેરવા કોલેજ સામે, મોઢેરા રોડ ઉપર ટાયરો સળગાવાયા

 | 1:31 am IST

। મહેસાણા ।

પાટીદારોને અનામત અને ખેડૂતોનાં દેવાં માફીની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં હવે વિદ્યાર્થીઓ અને યુવાનો પણ મેદાનમાં ઉતર્યા છે. ગઈકાલે રાત્રે મહેસાણામાં મોઢેરા રોડ ઉપર અવસર પાર્ટી પ્લોટ વિસ્તારમાં ટાયરો સળગાવી કેટલાક યુવાનોએ સરકારની અસંવેદનશીલતાનો વિરોધ કર્યો હતો. જ્યારે ખેરવા નજીક વિદ્યાર્થીઓએ પણ સૂત્રોચ્ચાર કરી રસ્તા ઉપર ટાયરો સળગાવ્યાં હતાં અને સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. એક તરફ, હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે મંદિરોમાં રામધૂન ચાલી રહી છે અને થાળી વેલણ વગાડી કે તેના સમર્થનમાં ઉપવાસ જેવા અહિંસક કાર્યક્રમો અપાઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ, રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને યુવાનોએ ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન ચાલુ કર્યા છે. જેના કારણે પોલીસની જવાબદારી બેવડાઈ ગઈ છે. ખેરવા યુનિવર્સિટી નજીક રસ્તા ઉપર ઉતરી આવેલા વિદ્યાર્થીઓએ ટાયરો સળગાવતાં પોલીસે કેટલાંક છાત્રોને ડિટેઈન કર્યા હતા. હવે, અનામત અને ખેડૂતોનાં દેવાં માફીને મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરકાર વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા ઝડપથી ઘડાય તે જરૂરી છે.