એશિયા કપ: ટીમ ઈન્ડિયામાં રાજસ્થાન એક્સપ્રેસ ખલીલની પસંદગી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • એશિયા કપ: ટીમ ઈન્ડિયામાં રાજસ્થાન એક્સપ્રેસ ખલીલની પસંદગી

એશિયા કપ: ટીમ ઈન્ડિયામાં રાજસ્થાન એક્સપ્રેસ ખલીલની પસંદગી

 | 9:34 am IST

એશિયા કપ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. કેટલાક પરિવર્તનો પછી ટીમમાં એક નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજસ્થાનનો ફાસ્ટ લેફ્ટી બોલર ખલીલ અહેમદને એશિયા કપ માટે ટીમમાં જગ્યા આપી દેવામાં આવી છે. રાજસ્થાનના ટોંકનો રહેવાસી ખલીલે અત્યાર સુધી 17 લિસ્ટ એ મેચ રમી છે જેમાં તેને 28 વિકેટ પોતાના નામે કરી છે. રાહુલ દ્રવિડ 2016 અંડર-19 વર્લ્ડકપથી તેમના પર નજર ગડાવીને બેઠા છે. તેઓ હાલમાં ભારત એ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસ પર પણ ગયા હતા. તે ઉપરાંત આઈપીએલ દરમિયાન ઝહિર ખાન પણ આ ખેલાડીના પેટભરીને વખાણ કરી ચૂક્યો છે.

પસંદગીકર્તા વિશ્વકપથી પહેલા ફાસ્ટ બોલરમાં વિવિધતા ઈચ્છે છે તેથી જયદેવ ઉનાડકટ અને બરિન્દર સરાંનું પ્રદર્શન નિરાશાજનક રહેવાના કારણે તેમને હવે ખલીલ અહેમદને તક આપવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે કહ્યું કે, “હાં, હાલમાં ત્રણ સ્થાન નક્કી નથી.આમાંથી એક સ્થાન પર લેફટી ફાસ્ટ બોલર ખલીલ અહેમદ છે જેને અમે અજમાવી રહ્યાં છીએ.”

2016ના અંડર-19 વર્લ્ડકપમાં જ્યારે ખલીલ રમવા માટે ગયો હતો ત્યારે કોઈને ખબર નહતી કે ખલીલ પોતાની બોલિંગથી ટૂર્નામેન્ટ પર કોઈ અસર નાંખશે. તેનાથી સારી બોલિંગ આવેશ ખાને કરી હતી. આવેશ ખાને 15.08ની એવરેજથી 12 વિકેટ ઝડપી હતી, જ્યારે ખલીલે માત્ર 3 વિકેટ જ લીધી હતી, પરંતુ આ છતાં જૂનિયર લેવલ પર રનરેટથી વધારે સ્પીડ સાથે બોલિંગ કરનાર 20 વર્ષિય ખલીલ અહેમદને સીનિયર ટીમમાં એન્ટ્રી મળી ગઈ છે.