આ રીતે કૂકરમાં બનાવો ઝટપટ ખમણ, આંગળા ચાટતા રહી જશે બધા - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે કૂકરમાં બનાવો ઝટપટ ખમણ, આંગળા ચાટતા રહી જશે બધા

આ રીતે કૂકરમાં બનાવો ઝટપટ ખમણ, આંગળા ચાટતા રહી જશે બધા

 | 12:42 pm IST

ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય. તમારી આ ડિમાન્ડ પૂરી કરવા માટે જ આજે અમે ઝટપટ કૂકરમાં કંઇ રીતે ખમમણ બનાવા એ અમે તમારી માટે લાવ્યા છીએ

સામગ્રી
1 કપ પાણી
1 કપ ચણાનો લોટ
1/2 ટી સ્પૂન લીંબુના ફૂલ
1/2 ટેબલ સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન આદું-મરચાની પેસ્ટ
1/2 ટી સ્પૂન ખાવાનો સોડા
1 ચપટી હળદર
1 ટી સ્પૂન મીઠું

વઘાર માટે
2 ટેબલ સ્પૂન તેલ
1 ટી સ્પૂન રાઈ
2 લીલા મરચાં ઝીણા સમારેલા
1 ચપટી હિંગ
1 ટી સ્પૂન તલ
2 ટેબલ સ્પૂન ખાંડ
4 ટેબલ સ્પૂન પાણી હૂંફાળું

રીત
સૌપ્રથમ એલ્યુમિનિયમનું એક વાસ લોણ અને તેની અંદર તેલ લગાવો. જેથી કરીને ચણાના લોટ વાસણમાં ચોંટશે નહીં. હવે એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. હવે તેમાં ધીમે-ધીમે ચણાનો લોટ નાખીને હલાવી લો. ત્યારપછી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે. આ મિશ્રણને હલાવતા-હલાવતા જ એલ્યુમિનિયમના વાસણમાં રેડી લો. ત્યારબાદ ખમણના કૂકરને 25 ટકાથી પાણી ભરી દો અને તેની અંદર આ એલ્યુમિનિયમનું વાસણ મૂકી દો. ત્યારબાદ કૂકરનું ઢાંકણું ઢાંકી દો. ધ્યાનમાં રહે કે કૂકરની સિટીની કાઢી દેવી. હવે ખમણને કૂકરમાં પંદરથી વીસ મિનિટ ચડવા દો. ત્યારબાદ સ્ટવ બંધ કરી દો. હવે એલ્યુમિનિયમનું વાસણ બહાર કાઢી લો. હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા, તલ અને હીંગ ઉમેરો અને થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો. તેના ઉપર હૂંફાળું ખાંડનું પાણી રેડો. તો તૈયાર છે ટેસ્ટી નાયલોન ખમણ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.