Khambhat, the husband killed his wife on suspicion of having an affair and buried her body
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • આડા સંબંધોની શંકામાં પતિએ પત્નીની હત્યા કરી, લાશને દાટવા જેસીબી મશીનનો લીધો સહારો

આડા સંબંધોની શંકામાં પતિએ પત્નીની હત્યા કરી, લાશને દાટવા જેસીબી મશીનનો લીધો સહારો

 | 8:41 pm IST
  • Share

ખંભાત તાલુકાના વત્રા ગામે વહેમીલા પતિએ પત્નીના આડા સંબંધોને લઈ લાકડાના ફટકા મારીને પત્નીની હત્યા કરી નાંખ્યા બાદ લાશને ઘર નજીક જ જેસીબીથી ખાડો ખોદીને દફનાવી દીધી હોવાનું ખુલ્યું છે. આ અંગે ખંભાત રૂરલ પોલીસે પતિ સહિત તેને મદદ કરનાર અન્ય છ શખ્સો વિરૂદ્ઘ હત્યા અને લાશના પુરાવાના નાશનો ગુનો દાખલ કરીને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ખંભાત રૂરલ પોલીસને જાણકારી મળી હતી કે, વત્રા ગામની ગોકળીયા મહારાજ સીમમાં રહેતા નવઘણભાઈ સલાટ વાઘરીની પત્નીનું શંકાસ્પદ મોત થયું છે અને લાશને દફનાવી પણ દીધી છે. જેથી એસડીએમની રૂબરૂમાં કબરમાંથી લાશને બહાર કાઢીને પીએમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં ફોરેન્સિક નિષ્ણાતની પેનલ દ્વારા પીએમ કરવામાં આવતાં મરણ જનારનું મોત માથાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે થયાનું ખુલવા પામ્યું હતુ.

છેલ્લા કેટલાક સમયથી સમુબેનને નજીકમાં જ રહેતા કાભઈભાઈ મહિજીભાઈ સલાટ સાથે આડો સંબંધ બંધાયો હતો. જેને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. 4 તારીખના રોજ રાત્રિના આઠેક વાગ્યાના સુમારે આ જ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા નવઘણભાઈએ લાકડાના પરોણાથી પત્ની સમુબેનને માથામાં તેમજ છાતીના ભાગે માર મારતાં તેણીનું મોત થયું હતુ. ત્યારબાદ તેણીનું મોત અકસ્માતમાં ખપાવી દેવા માટે કાભઈભાઈ મહિજીભાઈ સલાટ, પુનમભાઈ ભીખાભાઈ સલાટ, જયંતિભાઈ જકશીભાઈ સલાટ, રમેશભાઈ ઠાકોરભાઈ સલાટ, સંજયભાઈ રવાભાઈ સલાટ તથા અર્જુનભાઈ રાવજીભાઈ સલાટની સાથે મળીને ઘર નજીક જેસીબી મશીનથી ખાડો ખોદાવીને લાશને ત્યાં દફનાવી દીધી હતી. પોલીસે તમામ વિરૂદ્ઘ હત્યા અને પુરાવાના નાશનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો ત્યારે પત્નીનો કહેવાતો પ્રેમી કાભઈભાઈ સલાટ વાઘરી ત્યાં હાજર હતો. ઝઘડો ઉગ્ર બનતાં જ કાભઈભાઈ ત્યાંથી જતો રહ્યો હતો ત્યારબાદ નવઘણભાઈએ લાકડાના પરોણાથી પત્નીને માર મારીને હત્યા કરી નાંખી હતી. જોકે ત્યારબાદ કાભઈભાઈ સહિત અન્યોને હત્યા કરાઈ હોવાનું જાણવા છતાં પણ તેઓ લાશના નિકાલ માટે જોડાયા હતા અને મદદગારી કરતાં આખરે પોલીસે તમામ વિરૂદ્ઘ ગુનો દાખલ કર્યો હતો. તમામને અટકાયતમાં લઈને કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ઘરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો