Kheda- Vadtal Swaminarayan Temple Guru Unnatural harassment on student video viral
  • Home
  • Featured
  • વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સમસમી ઉઠ્યો, સ્વામીએ શિષ્ય સાથે સેક્સલીલા માણી હોવાના આક્ષેપથી સંબંધો લજવાયા

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સમસમી ઉઠ્યો, સ્વામીએ શિષ્ય સાથે સેક્સલીલા માણી હોવાના આક્ષેપથી સંબંધો લજવાયા

 | 8:14 am IST

વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. એકવાર ફરીથી ગુરૂ દ્વારા શિષ્યના સંબોધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. કંડારી ગુરુકુળના સ્વામીનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે આ વીડિયોથી ખળભળાટ મચી જવા પામ્યો છે. વડતાલ સંપ્રદાયના સ્વામી પર મોટો આરોપ લાગ્યો છે. ધનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે શિષ્ય સાથે સેક્સ માણતા હોવાનો આરોપ લાગતા હડકંપ મચી જવા પામ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ખેડા- વડતાલ સંપ્રદાયના સ્વામીની સેક્સ લીલાનો ભોગ બનેલ શિષ્યનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કંડારી ગુરુકુળના સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીનો હાલ વીડિયો વાયરલ થયો છે. કંડારી ગુરુકુળની યુટ્યૂબ સાઈટ પર ખુદ વેદાંત વલ્લભ સ્વામીએ વીડિયો મૂકીને ધનશ્યામ પ્રકાશ શાસ્ત્રીની પોલ ખોલી નાંખી હતી.

વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. વેદાંત વલ્લભ સ્વામીએ કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સૃષ્ટિ વિરુદ્વના કૃત્યનો આક્ષેપ લગાવ્યો છે. વેદાંત વલ્લભ સ્વામી ઘનશ્યામ પ્રકાશ કંડારીના શિષ્ય છે. વેદાંતવલ્લભ સ્વામીએ 44 મિનિટનો વીડિયો વાયરલ કર્યો છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામી દેવ પક્ષના સ્વામી છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામીની અનેક સંસ્થાઓ છે.

આ વીડિયોમાં ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી કેવી રીતે શિષ્ય વેદાંત વલ્લભ સાથે સેક્સ માણતા હતા તેનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખુદ પોતાના ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ ગંભીરમાં ગંભીર આક્ષેપ લગાવતા હડકંપ મચી જવા પામ્યો છે. વીડિયોમાં કંડારી, વડતાલ સહિત અનેક જગ્યાઓ પર સ્વામીએ શિષ્ય સાથે સેક્સલીલા માણી હોવાનો આક્ષે કર્યો છે.

વર્ષ 2019મા વડતાળધામ ખાતે યોજાયેલ વચનામૃત કથા દરમિયાન પણ ગુરુએ શિષ્ય સાથે પાપલીલા આચરી હોવાનો આક્ષેપ હાલ સામે આવ્યો છે. થોડા સમય અગાઉ વડતાલમાં સત્સંગી પક્ષના રાકેશભાઈ પટેલે ચકલાસી પોલીસ સ્ટેશનમાં આ બાબતની તપાસ કરવા અરજી કરાઈ હતી. જોકે હજુ સુધી આ મામલે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી પણ નથી, અને કોઈ તપાસ પણ થઈ નથી.

વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. એકવાર ફરીથી ગુરૂ દ્વારા શિષ્ય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલે વીડિયો વાયરલ થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ એકવાર ફરીથી વિવાદમાં આવ્યા છે. સ્વામિના કરતૂતોનો શિષ્યએ વીડિયો વાયરલ કર્યો છે.

ખેડા – વડતાલ સંપ્રદાયના કંડારી ગુરુકુળના સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી વિરુદ્ધ વેદાંત વલ્લભ સ્વામીએ કરેલા સેક્સકાંડના આક્ષેપ મામલે વડતાલ સંપ્રદાયના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજએ સમગ્ર ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. સંપ્રદાયના હરિભક્તો, આગેવાન સંતો તમામ એકત્ર થઈ આ બાબતે નિર્ણય કરવા માટે જણાવ્યું છે. રાકેશ પરસાદજી મહારાજે જણાવ્યું હતું કે, શરીરમા કોઈ અંગ સડી જાય તો તેને દૂર કરવું જરૂરી છે. શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથમાં કહ્યું છે કે, ગમે તેઓ કુ-પાસક સંત સમાજમાં આવ્યા બાદ પણ તે ન સુધરે તો તેને કાઢી મૂકવો જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન