Kheralu Taluka's young man martyr in Kashmiri
  • Home
  • Featured
  • ખેરાલુ તાલુકાના કુડા ગામનો યુવાન કાશ્મીરમાં શહિદ

ખેરાલુ તાલુકાના કુડા ગામનો યુવાન કાશ્મીરમાં શહિદ

 | 9:57 pm IST

ખેરાલુ તાલુકાના કુડા ગામના આર્મીમાં ફરજ બજાવતા ઠાકોર પ્રવિણજી પ્રધાનજી ગઈ તા.૧૬.૭.ર૦૧૯ ના રોજ આકસ્મીક કરંટ લાગતાં શહીદ થયા હતા.

ખેરાલુ તાલુકાના કુડા ગામે અત્યંત ગરીબ પરિવારના ઠાકોર પ્રવિણજી પ્રધાનજી બટાલીયન પ૦૮ માં કાશ્મીરના ગલેસરીયા વિસ્તારની સરહદ ઉપર ફરજ બજાવતા હતા. ત્યારે ગઈ તા.૧૬.૭.ર૦૧૯ ના રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે સરહદ ઉપર ફરજ ઉપર હતા તે ફરજ પતાવી તેમના ટેન્ટમાં નહાવા માટે ગયા ત્યારે પાણી ગીઝરથી ગરમ થઈ રહ્યુ હતુ ત્યારે પાણીમાં કરંટ પ્રસરી જતાં તેવો પાણીને અડવા ગયા ત્યાંજ કરંટ લાગતાં જવાનને તુરતજ આર્મી હોસ્પીટલમાં લઈ જવાયા હતા. જયાં તેમનું મૃત્યુ થયાનું ફરજ પરના ર્ડાકટરે જણાવ્યું હતુ.

કુડા ગામે રહેતા ગરીબ પરિવારને પોતાનો પુત્ર શહીદ થયાના સમાચાર સાંભળતાંજ તેવો ભાંગી પડયા હતા. શહીદ જવાનના પરિવારમાં માતા, પિતા,ભાઈ અને બહેન તથા માત્ર એક માસ પહેલાં લગ્ન કરેલ પત્ની તમામ ઘેરા શોકમાં સરી પડયા હતા. કુડા જેવા ગામમાં ભારે ઘેરા શોકની લાગણીમાં ગ્રામજનો ડુબી ગયા હતા.
ખેતમજુરી કરી દિકરાને ભણાવ્યો હતો.

શહીદ થયેલા જવાનના પિતાએ ખેતમજુરી કરી બંન્ને પુત્રોને ભણાવતા હતા જયારે એક પુત્ર પ્રવિણજી આર્મીમાં નોકરી મળતાં પરિવાર અત્યંત આનંદમય જીવન પસાર કરતો હતો. ઉપરાંત બીજો પુત્ર જોરાજી કે જે હાલ અભ્યાસ સાથે સાથે આર્મીમાં જોડાવા માટેની તૈયારી પણ કરી રહ્યો છે. પરિવારને પોતાનો પુત્ર પ્રવિણજી શહિદ થયાના સમાચાર મળતાંજ પરિવારના માથે આભ તુટી પડયુ હતુ.

શહીદ જવાનએ એક માસ પહેલાંજ લગ્ન કર્યા હતા.
શહિદ પ્રવિણજીને પરિવારે એક માસ પહેલાંજ ખુશી ખુશી લગ્ન કર્યા હતા. અને તેમની પત્ની પતિના શહીદીના સમાચાર સાંભળતાંજ બેભાન થઈ ગઈ હતી. તેના ઉપર દુઃખના ડુંગરો તુટી પડયા હતા. તે સતત બેભાન અવસ્થામાં હોવાનું તેના પરિવારજનો કહી રહ્યા હતા.

ગરીબ પરિવાર ઝૂપડામાં રહી ખેતમજુરી કરી પરિવારનું પોષણ કરી રહ્યા છે.
શહીદ પ્રવિણજીના પિતા ખેતરમાં ખેત મજુરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારને રહેવા માટે માત્ર એક ઝૂપડુ છે. પરિવારને પ્રવિણજી આર્મીમાં લાગ્યા બાદ પરિવારને આર્થીક રીતે ટેકો થતાં પરિવાર ખુશી ખુશી જીવન જીવી રહ્યા હતા.

શહીદ પ્રવિણજીના નશ્વર દેહને શુક્રવારે વતનમાં લવાશે.
શહીદ પ્રવિણજીના પરિવારજનોએ જણાવ્યું હતુકે પ્રવિણજીના નશ્વરદેહની અંતિમક્રિયા માટે કુડા ગામે સન્માન સાથે લાવવામાં આવશે. શુક્રવારે ખેરાલુ થી કુડા સુધી શહીદ પ્રવિણજીની અંતિમયાત્રા કાઢવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન