Kheralu: Two brothers dead after building wall collapses
  • Home
  • Gujarat
  • જર્જરીત મકાનની દિવાલ ધસી પડતાં બે સગા ભાઈઓનાં મોતથી માતમ છવાયો

જર્જરીત મકાનની દિવાલ ધસી પડતાં બે સગા ભાઈઓનાં મોતથી માતમ છવાયો

 | 9:09 pm IST

સતલાસણા તાલુકાના ભાટવાસ ગામે જર્જરીત મકાનની રાત્રીના સમયે દિવાલ ધસી પડતાં બે સગા ભાઈઓના ઘટના સ્થળેજ મોત થયા હતા. ભાટવાસ ગામે ઠાકોરવાસમાં રહેતાં ઠાકોર વાઘાજી નારાજીના જર્જરીત મકાનની દિવાલ રાત્રીના લગભગ સાડા નવ વાગ્યાના સુમારે અચાનક ધસી પડતાં મકાનમાં સુતેલા ઠાકોર ગણપતજી વાઘાજી અને તખાજી વાઘાજી દિવાલ નીચે દબાઈ ગયા હતા.

દિવાલ જોરદાર ધમાકા સાથે ધસી પડતાં આસપાસમાં રહેતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને દિવાલ નીચે દબાયેલા બંન્ને ભાઈઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. દિવાલનો કાટમાળ ભારે જહેમત બાદ લોકોએ ખસેડીને નીચે દબાયેલા બંન્ને ભાઈઓને બહાર કાઢતાં બંન્ને ભાઈઓનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ.

બંન્ને સગાભાઈઓ ના મોત થતાં મૃતકોના પરિવારમાં અને તેમના સ્નેહીજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. ઘટનાની જાણ પોલીસને થતાં સતલાસણા પોલીસ તુરતજ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બંન્ને ભાઈઓના મૃતદેહ સીવીલ હોસ્પીટલમાં ખસેડયા હતા. બંન્ને મૃતદેહનું પી.એમ. કરી ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી. બંન્ને ભાઈઓના કરૂણ મોતથી આખી રાત ભાટવાસ ગામમાં માતમ છવાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન