NIFTY 10,166.20 +69.80  |  SENSEX 32,425.10 +242.88  |  USD 64.9100 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટમાં ખીરસરા જીઆઈડીસી બનાવવાની જાહેરાતને ઈન્દ્રનીલે ગણાવી ખોટી, શું કહેવું છે તેમનું જાણો અહિં

રાજકોટમાં ખીરસરા જીઆઈડીસી બનાવવાની જાહેરાતને ઈન્દ્રનીલે ગણાવી ખોટી, શું કહેવું છે તેમનું જાણો અહિં

 | 3:17 pm IST

એકબાજુ સરકાર ગુજરાતમાં 16 જીઆઈડીસી બનાવવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે કોંગ્રેસના રાજકોટ શહેર પ્રમુખ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ખીરસરા જીઆઈડીસીની જાહેરાતને ખોટી ગણાવી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે જીઆઈડીસી માટે સરકારે 7 વર્ષ પહેલા 50 કરોડ જેવી માતબર રકમ ઉધરાવી છે. સાત વર્ષમાં કઈં કર્યું નથી. અત્યારસુધી કર્યાં હતા. કે હવે ચૂંટણી માથે છે ત્યારે આવી જાહેરાત કરો છો. તેવો ટોણો પણ ભાજપને માર્યો છે. અને તે 50 કરોડ ભરાવ્યા છે તેનું શું તેનો જવાબ પણ માંગ્યો છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર ખુલાસો કરતાં કહ્યું કે સરકારની ખીરસરા GIDC બનાવવાની જાહેરાત ખોટી છે. ખીરસરા જીઆઈડીસી બનાવવા માટે સરકારે વર્ષ 2010માં જ પૈસા ઉધરાવ્યા હતા. આ જીઆઈડીસી માટે રાજકોટ એન્જીનિયરિંગ એસોસિએશને ચલણથી 50 કરોડની રકમ જમા કરીને પૈસા ભર્યા છે. તે વાતને 7 વર્ષ થઈ ગયા છતાં સરકારે કશું કર્યું નથી. તે પૈસાનું શું તેવો વેધક સવાલ પણ ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યો છે.

સાથોસાથ સરકાર પર જુઠ્ઠાંણા ચલાવવાનો આરોપ કરતા કહ્યું કે 7 વર્ષ થઈ ગયા છતાં સરકારે કેમ કોઈ પગલાં નથી લીધાં ?