Khodal dham chief Naresh Patel on join Gujarat Politics
  • Home
  • Gujarat
  • નરેશ પટેલ ભાજપમાં જોડાશે કે કોંગ્રેસનો હાથ પકડશે? સમાજ પર છોડ્યો નિર્ણય

નરેશ પટેલ ભાજપમાં જોડાશે કે કોંગ્રેસનો હાથ પકડશે? સમાજ પર છોડ્યો નિર્ણય

 | 7:06 pm IST
  • Share

  • નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ અપાયું

  • હું ભલે ચૂંટણી ના લડું, પરંતુ રાજકારણમાં જઈશ

  • હાલ પાટીદાર મુખ્યમંત્રી છે એ સારી વાત છેઃ નરેશ પટેલ

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અત્યારથી પોતાના સોગઠાં ગોઠવવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં પાટીદાર સમાજના ચર્ચિત ચહેરા એવા ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ થવાનું આમંત્રણ મળતાં રાજકારણ ગરમાયું છે. બીજી તરફ આજે પાટીદાર સમાજના અગ્રણી નેતાઓ પણ મુખ્યમંત્રી સાથે બેઠક કરવા પહોંચ્યા છે. એવામાં નરેશ પટેલે પોતાના રાજકારણમાં જોડાવા અંગે મોટું નિવેદન આપ્યું છે.

નરેશ પટેલે જણાવ્યું કે, મારે રાજકારણમાં જવું કે ના જવું? તે મારો સમાજ નક્કી કરશે. પાટીદાર સમાજનો બહોળો વર્ગ જેમ કહેશ તેમ કરીશ. હું ભલે ચૂંટણી ના લડું, પરંતુ રાજકારણમાં જઈશ. ખોડલધામમાં તમામ પાર્ટીના નેતાઓ આવે છે. સમાજ જે આદેશ આપશે, તે પ્રમાણે કરીશ.

આ સાથે જ નરેશ પટેલે પાટીદાર સમાજના મુખ્યમંત્રી બેસાડવા બદલ ભાજપનો આભાર માનતા કહ્યું કે, હાલ પાટીદાર મુખ્યમંત્રી છે, તે સારી વાત છે. કોર કમિટીમાં રાજીનીતિ વિશે કોઈ વાત નથી થઈ.

અગાઉ નરેશ પટેલના રાજનીતિમાં પ્રવેશ પર વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલ માટે કોંગ્રેસ પક્ષના દરવાજા કાયમ માટે ખુલ્લા છે. નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિએ રાજકારણમાં આવવું જ જોઈએ. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દરેક સમાજને સાથે રાખીને ચાલશે.

આ સિવાય કોંગ્રેસના લલિત વસોટા, લલિત કગથરા અને કિરીટ પટેલ જેવા પાટીદાર નેતાઓએ પણ નરેશ પટેલના રાજકીય પ્રવેશ મુદ્દે જણાવ્યું હતું કે, નરેશભાઈ કોંગ્રેસમાં જોડાય તે પક્ષ માટે સારુ છે. નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે, તે હજુ સ્પષ્ટ નથી. નરેશ પટેલ કોંગ્રેસ સિવાય ભાજપમાં જોડાય, તો પણ ગુજરાતને ફાયદો થાય તેમ તેઓએ ઉમેર્યું હતું.

બીજી તરફ પાટીદાર સમાજના અગ્રણીઓ આજે મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. જેમાં પાટીદાર અનામત આંદોલન સમયે સમાજના યુવકો પર થયેલા કેસ પરત ખેંચવા સહિત વિવિધ માંગો પર ચર્ચા કરવામાં આવશે તેમ જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે થોડા મહિનાઓ પહેલા એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ. જે બાદ ભાજપે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્થાને પ્રથમ વખત ધારાસભ્યા તરીકે ચૂંટાઈ આવેલા પાટીદાર સમાજના નેતા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો