20થી60 લાખ રૂપિયે કિલો વેચાય છે આ ખાસ જડીબુટ્ટી, ગુજરાતના સોની દંપતીએ કરી સફળ ખેતી - Sandesh
  • Home
  • Baroda
  • 20થી60 લાખ રૂપિયે કિલો વેચાય છે આ ખાસ જડીબુટ્ટી, ગુજરાતના સોની દંપતીએ કરી સફળ ખેતી

20થી60 લાખ રૂપિયે કિલો વેચાય છે આ ખાસ જડીબુટ્ટી, ગુજરાતના સોની દંપતીએ કરી સફળ ખેતી

 | 9:53 am IST

હવે ગુજરાતના ખેડૂતો પણ હવે અનેક નવા નવા પ્રયોગો કરવા લાગ્યા છે. પરંતુ ગુજરાતના દાહોદ જિલ્લાના એક સોની દંપતીએ કરેલો પ્રયોગ એટલો ખાસ છે કે, તેમની સિદ્ધી વર્ણવી શકાય તેમ નથી. તેઓ લાખો રૂપિયામાં માર્કેટમાં વેચાતી કીડાજડીનુ ઉત્પાદન કરે છે. 3 માસની મહેનત બાદ આખરે આ દંપતી કીડાજડી ઉગાવવા સફળ રહ્યા છે.

શું છે કીડાજડી
સામાન્ય રીતે કહીએ તો તે એક પ્રકારનું જંગલી મશરુમ છે, જે એક ખાસ કીડાના કેટરપિલર્સને મારીને તેના પર જીવે છે. સ્થાનિક લોકો તેને કીડાજડી કહે છે. કેમ કે તે અડધો કીડા અને અડધો જડી છે. ચીન-તિબ્બતમાં તેને યારશાગુંબા કહેવાય છે. આ કીડાજડી સેક્સ પાવર વધારવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે, તેથી તેને હિમાલયી વિયાગ્રા પણ કહેવાય છે. આ દવાની કોઈ સાઈડ ઈફેક્ટ્સ નથી. તે લગભગ 20 લાખ પ્રતિ કિલોના ભાવે વેચાય છે. લોકોમા માન્યતા છે કે, તે માત્ર સેક્સ પાવર વધારવા જ કામ આવે છે. પરંતુ આયુર્વેદ કહે છે કે, તેનો ઉપયોગ શ્વાસ અને ગુર્દાની બીમારીમાં પણ થાય છે. તે વૃદ્ધત્વને વધતા રોકે છે અને શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. આ જડીબુટ્ટી હિમાલયના ઊંચા પહાડોમાં મળે છે. જેનો ઉપયોગ ચીનમાં પ્રાકૃતિક સ્ટીરોઈડ તરીકે કરવામાં આવે છે. શકિત વધારવાની તેની ક્ષમતાને કારણે તે ચીનમાં ખાસ કરીને એથલીટ્સને આપવામાં આવે છે.

દાહોદ શહેરના દેસાઇવાડા વિસ્તારમાં રહેતાં સંજય સોની અને સુનયના સોનીએ ઇન્ટરનેટ ઉપર મશરૂમ વિશે સર્ચ કરતાં તેમને ગુજરાતીમાં કીડાજડી અને અંગ્રેજીમાં કોડીસીપ્સ વિશે જાણવા મળ્યું હતું. વધુ આગળ વધીને તેને સંલગ્ન વ્યક્તિઓની પૂછપરછ કર્યા બાદ દંપતિએ આ કીડાજડી તૈયાર કરવાનુ નક્કી કર્યું હતું. થાઇલેન્ડથી તેનું ટીશ્યુકલ્ચર લાવ્યા બાદ તેના નિષ્ણાતોની ગાઇડ લાઇન પ્રમાણે ભાડેથી ઘર રાખીને ખાસ લેબોરેટરી તૈયાર કરવામાં આવી હતી. માત્ર એક ટીશ્યુકલ્ચર પાછળ સાત દિવસની મહેનત બાદ વિવિધ પ્રોસેસ કરીને થાઇલેન્ડથી મળેલી ગાઇડ લાઇન પ્રમાણે તેની 800 બોટલ તૈયાર કરવામાં આવી હતી. આશ્ચર્ય વચ્ચે ત્રણ માસ બાદ તેમની મહેનત રંગ લાવી અને કીડાજડી સફળતાપૂર્વક તૈયાર થઇ ગઇ હતી. જોકે, આ કીડાજડીના ગુણધર્મો તપાસવા માટે દંપતિએ LCMS ટેકનિકથી લેબ. ટેસ્ટ માટે તેના સેમ્પલ વિયેતનામ મોકલ્યા છે. લેબમાં તૈયાર કીડાજડીમાં કોડીસિપીન અને એડોસીન બે કન્ટેઇન હોય છે. તેમાં કોડીસિપીનની જેટલી વધુ માત્રા હશે તેટલાં તેના ભાવ વધારે મળશે. અત્યાર સુધી માત્ર ઉત્તરાખંડની દિવ્યા રાવતે લેબમાં કીડાજડી બનાવવામાં સફળતા મેળવી છે, ત્યારે સોની દંપતીનું લેબોરેટરી ટેસ્ટિંગ પરફેક્ટ આવે તો તેમણે કરેલું કામ ઈતિહાસમા નોઁધાશે.

દેખાવમાં તદ્દન સાધારણ એવા એક કીલો કીડાજડીની કિંમત લાખો રૂપિયા પણ હોઇ શકે છે. વિવિધ ઔષધિય ગુણોવાળી અને વિદેશમાં લાખો રૂપિયાની કિંમતે વેચાતી આ કીડાજડીમાંથી મળતી‘કીડાજડી’ના નામે જાણીતી આ જડીબુટ્ટીને લેબોરેટરીમાં તૈયાર કરવામાં આખા ગુજરાતમાં પ્રથમ કહી શકાય તેવા દાહોદના દંપતિએ સફળતા મેળવી છે. ઘરમાં લેબ બનાવીને દંપતિએ કૃત્રિમ રીતે તૈયાર કરેલી કીડાજડીના ગુણધર્મ ચકાસવા માટે સેમ્પલ વિયેતનામ મોકલ્યું છે.