Kim Jong-un executed North Korea official who used public bath while in coronavirus
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરાનાનો ખોફ, આ દેશમાં ચીનથી પરત ઓફિસરે જાહેર બાથરૂમનો ઉપયોગ કરતાં ગોળી મારી ઠાર કરી દીધો

કોરાનાનો ખોફ, આ દેશમાં ચીનથી પરત ઓફિસરે જાહેર બાથરૂમનો ઉપયોગ કરતાં ગોળી મારી ઠાર કરી દીધો

 | 12:53 pm IST

કોરોના નામનો રાક્ષસ દિવસે નહીં એટલા રાત્રે અને રાત્રે નહીં એટલા દિવસે કાળ બનીને લોકો પર ત્રાટકે છે. સટાસટ પોતાના મુખનો કોળિયો લોકોને બનાવી રહ્યો છે. કોરોના વાયરસનો એ હદે ખોફ છે કે ઉત્તર કોરિયામાં તમે વિચારી ના શકો એવી ઘટના બની. જી હા ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનના તાનાશાહી વર્તનથી દરેક લોકો વાકેફ છે. અહીં એક નાનકડી ભૂલ પર પણ મોતની સજા મળી જાય છે. કોરોના વાયરસના સંક્રમણને લઇ જ્યાં આખી દુનિયામાં ઉપચાર શોધવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે, ત્યાં ઉત્તર કોરિયામાં વાયરસથી સંક્રમિત પીડિતો પર જ અત્યાચાર થઇ રહ્યો છે.

રિપોર્ટના મતે કોરોના વાયરસના સંક્રમણની શંકામાં ઉત્તર કોરિયાના એક અધિકારીને આઇસોલેશન સેન્ટરમાં અલગ રખાયા હતા. પરંતુ આ અધિકારીએ ભૂલથી સાર્વજનિક બાથરૂમનો ઉપયોગ કર્યો તેની કિંમત તેને પોતાની જીંદગી આપી ચૂકવવી પડી.

દક્ષિણ કોરિયાના અખબાર ડોન્ગ-એ-ઇલબો ન્યૂઝના મતે આ શખ્સને ચીનથી પાછા ફર્યાCorona બાદ બિલકુલ અલગ જગ્યા પર રખાયા હતા. સાર્વજનિક બાથરૂમનો ઉપયોગ કરીને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાના આરોપમાં આ શખ્સની ધરપકડી કરી લેવાઇ અને ગોળી મારી હત્યા કરી દેવાઇ.

ઉત્તર કોરિયાએ નેતા કિમ જોંગ ઉનએ મંજૂરી વગર ક્વેરેંટાઇન (સંક્રમિત લોકો માટે અલગ જગ્યા) છોડીને જનારા લોકોની વિરૂદ્ધ સૈન્ય કાયદાના મતે કાર્યવાહી કરવાનો સંકલ્પ લીધો છે.

યુકે મિરના રિપોર્ટ પ્રમાણે ઉત્તર કોરિયાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના એક અન્ય અધિકારીને પણ ચીનનો પ્રવાસ કરવાની વાત છુપાવાના લઇ દેશમાંથી નીકાળી દીધા.

દક્ષિણ કોરિયાની મીડિયા રિપોર્ટસના મતે ઉત્તર કોરિયામાં કોરોના વાયરસના કેટલાંય કેસ સામે આવ્યા છે અને તેનાથી કેટલાંય લોકોના મોત થયાની આશંકા પણ છે. જો કે પ્યોંગયાંગમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીઓનું કહેવું છે કે તેમને હજુ સુધી કોઇપણ કેસની માહિતી મળી નથી.

ઉત્તર કોરિયા એ વાતને લઇ અડગ છે કે તેમને ત્યાં કોરોના વાયરસનો એક પણ મામલો સામે આવ્યો નથી. જો કે નિષ્ણાતોને આ વાત પર વિશ્વાસ નથી કે ચીનની સાથે 880 માઇલની સરહદવાળા દેશમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી.

સેન્ટર ફોર ધ નેશનલ ઇંટ્રેસ્ટમાં કોરિયન સ્ટડીઝના ડાયરેકટર હૈરી કાજીનિસે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે એવું બની જ ના શકે કે ઉત્તર કોરિયા કોરોના વાયરસના સંક્રમણથી સંપૂર્ણપણે બચી ગયું છે. સ્પષ્ટ જણાય છે કે તેઓ જુઠ્ઠુ બોલી રહ્યા છે કારણ કે તે પોતાની કમજોરીને જાહેર કરવા માંગતા નથી અને ના તો પોતાની સત્તા પર કોઇપણ પ્રકારનો ખતરો આવવા દેવા માંગતા નથી. કિમ જોંગ ઉત્તર કોરિયા અને ચીનના ગેરકાયદે વેપાર પર જે રીતે નિર્ભર છે તેનાથી સ્પષ્ટ છે કે ચીનથી વાયરસ અહીં આવ્યો જહશે.

આ વીડિયો પણ જુઓ : ચીનના કોરોના વાયરસની વડોદરામાં અસર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન