kim-jong-un-threatens-to-change-in-direction-on-denuclearisation-on-us
  • Home
  • Featured
  • વર્ષની શરૂઆતમાં તાનાશાહની અમેરિકાને ધમકી- ‘ફરીથી બદલાઇ શકે છે મારો મૂડ’

વર્ષની શરૂઆતમાં તાનાશાહની અમેરિકાને ધમકી- ‘ફરીથી બદલાઇ શકે છે મારો મૂડ’

 | 3:08 pm IST

ઉત્તર કોરિયાઇ નેતા કિમ જોંગ ઉને ધમકી આપી છે કે જો અમેરિકા પ્રતિબંધ મારફતે દબાણ વધારવાનું ચાલું રાખશે તો પ્યોંગયાંગ પોતાનું વલણ બદલવા પર વિચાર કરી શકે છે. કિમે મંગળવારે પોતાના નવવર્ષ સંબોધનમાં આ વાત જણાવી છે. 

કિમે કહ્યું કે, અમેરિકાએ જો દુનિયાની સામે પોતાના વાયદાઓને પુરા ના કર્યા અને અમારા દેશ વિરુદ્ધ પ્રતિબંધ અને દબાણ વધાર્યું… તો અમારી પાસે પોતાની સંપ્રભુતા અને હિતોના રક્ષણ માટે કોઇ નવો રસ્તો શોધવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી.

ઉત્તર કોરિયાઇ નેતાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પની સાથે સિંગાપુરમાં જૂનમાં થયેલી શિખર સંમેલનનો હવાલો આપતા કહ્યું કે, વાતચીત સફળ રહી અને રચનાત્મક વિચારોનું આદાન- પ્રદાન કરવામાં આવ્યું હતું.

તે દરમિયાન બન્ને નેતાઓએ કોરિયાઇ પ્રાયદ્ધપક્ષિયના પરમાણું નિરસ્ત્રીકરણના સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ વૉશ્ગિટન અને પ્યોંગયાંગની વચ્ચે તેના વાસ્તવિક અર્થને લઇને ચાલી રહેલી ચર્ચાનું કારણ નડી રહ્યું છે.

ઉત્તર કોરિયાઇ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધોને લઇને પ્રતિબંધ લાગ્યા છે, જેનાથી પરમાણુ અને બેલાસ્ટિક મિસાઇલ હથિયારોના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કિમે કહ્યું કે, હું અમેરિકી રાષ્ટ્રપતિની સાથે ક્યારેય પણ વાતચીત કરવા તૈયાર છું અને અંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સ્વીકાર્ય પરિણામ કાઢવાના પુરા પ્રયાસ કરશે.

તેની સાથે કહ્યું કે, અમેરિકા અને દક્ષિણ કોરિયાને હવે સંયુક્ત રીતે કરેલા સૈન્ય અભ્યાસ પણ બંધ કરી દેવો જોઇએ. સિયોલ અને વૉશ્ગિટનની વચ્ચે એક સુરક્ષા સંધિ છે અને અમેરિકાએ દક્ષિણ કોરિયાના પાડોશી દેશથી સુરક્ષા આપવા માટે પોતાના 28,500 સૈનિકો ત્યાં તૈનાત કરી રાખ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન