king cobra rescued from a house at nainitat terrifying video viral
  • Home
  • Featured
  • VIDEO: ઘરમાં ઘુસી ગયો કિંગ કોબ્રા, પકડનારે પકડી તો લીધો પણ અચાનક જ ઉછળીને ગળામાં…

VIDEO: ઘરમાં ઘુસી ગયો કિંગ કોબ્રા, પકડનારે પકડી તો લીધો પણ અચાનક જ ઉછળીને ગળામાં…

 | 4:08 pm IST

કોબ્રા અથવા બીજા કોઈ સાપને જોઈને ડરી જઈએ તો પછી આ વીડિયો તો રૂંવાડા ઉભા કરી નાંખે એવો છે. એક ઘરની અંદર એક મોટો કિંગ કોબ્રા જઈને બેસી ગયો. પછી વન વિભાગની રેપિડ રિસ્પોન્સ ટીમે આ કોબ્રાને પકડ્યો છે. આ સાપ ટેબલની નીચે છુપાયેલો હતું. આ વીડિયો જોઈને તમને પણ આશ્ચર્ય થશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ક્લિપને ભારતીય વન સેવા અધિકારી આકાશ કુમાર વર્માએ ટ્વિટર પર શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કોબ્રા ટેબલની નીચે બેઠો છે. સાપ પકડનાર પહોંચે છે અને તેને લાકડીથી પકડે છે, પછી તેને છત પર લાવે છે અને કોથળામાં મૂકે છે. એક સમય એવો આવ્યો જ્યારે કોબ્રા પકડનારના ગળામાં લપેટાઈ ગયો હતો. પરંતુ બચાવ ટીમે તેને યોગ્ય રીતે બચાવી લીધો.

આકાશે 11 ઓગસ્ટે આ વીડિયો શેર કર્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો જોઈને મારા રૂંવાડા ઉભા થઈ ગયા.’ બીજાએ લખ્યું, ‘બહાદુર, હિંમતવાન અને સમર્પિત ટીમને સલામ. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન