Vijay Mallya is very 'smart', 'UK asset' transfer our family trust!
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બ્રિટનમાં માલ્યાની સંપત્તિ અંગે જાણી આંખો થઇ જશે પહોળી, બેન્કોની ઉંઘ થશે હરામ

બ્રિટનમાં માલ્યાની સંપત્તિ અંગે જાણી આંખો થઇ જશે પહોળી, બેન્કોની ઉંઘ થશે હરામ

 | 8:49 am IST

બ્રિટનમાં હાઇકોર્ટમાંથી ભાગેડુ દારૂના વેપારી વિજય માલ્યાની ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 10,499 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરવાની મંજૂરી મળ્યા બાદ ભારતીય એજન્સીઓ અને બેન્કોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે હજુ સુધી એ નક્કી નથી થયું કે વાસ્તવમાં માલ્યાની અહીં કેટલી સંપત્તિ છે.

હાઇકોર્ટના 8મી મેના રોજના આદેશ બાદ બ્રિટિશ એનફોર્સમેન્ટ ઓફિસરો દ્વારા માલ્યાની સંપત્તિઓને જપ્ત કરવાનો રસ્તો સાફ થઇ ગયો, જેથી 13 ભારતીય બેન્ક પોતાના દેવાની વસૂલી કરી શકે. જો કે માલ્યાએ ગયા સપ્તાહે કહ્યું હતું કે તેની પાસે કેટલીક કાર અને ઝવેરાત સિવાય બ્રિટનમાં કંઇ ખાસ સંપત્તિ નથી. તેમણે કહ્યું હતું કે તેમના ટેવિન એસ્ટેટ પર તેના બાળકોનો માલિકી હક છે અને લંડનમાં આવેલ તેમનું ઘર તેમની માતાનું છે.

21મી એપ્રિલ 2016ના રોજ માલ્યાએ ભારતની સુપ્રીમ કોર્ટમાં પોતાની વિદેશી સંપત્તિઓ અંગે એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું તેની પાસે વિદેશમાં 11.4 કરોડ ડોલર એટલે કે 782 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં રોકડ સંપત્તિ નથી પરંતુ 5.25 મિલિયન ડોલર એટલે કે 36 કરોડ રૂપિયાનું ‘ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કેશ ઇક્વિલેન્ટ’ સામેલ છે. જો કે એફિડેવિટમાં તેમની અમેરિકામાં રહેતી પત્ની રેખા અને બાળકોની સંપત્તિ સામેલ નહોતી.

માલ્યાએ ફેબ્રુઆરી 2016માં ડિયાજિયો પાસેથી મળેલ 40 મિલિયન ડોલર (અંદાજે 275 કરોડ રૂપિયા) પોતાની પત્ની રેખાને ટ્રાન્સફર કર્યા હતા. એપ્રિલમાં બેન્કોએ હાઇકોર્ટને કહ્યું હતું કે માલ્યાએ ડિસેમ્બર 2017ની એક એફિડેવિટમાં કહ્યું હતું કે તેઓ ઇંગ્લેન્ડની જે 3 પ્રોપર્ટીમાં રહે છે તેમાં તેમનો માલિકી હક નથી.

જો કે વાત એમ છે કે બ્રિટન સ્થિત માલ્યાના ત્રણેય ઘર કંપનીઓની જાળ દ્વારા તેમના ફેમિલી ટ્રસ્ટ સાથે જોડાયેલ છે. લંડન સ્થિત તેમનું આલીશાન ઘર 18/19 કૉર્નવૉલ ટેરસની કિંમત અંદાજે એક કરોડ પાઉન્ડથી વધુ છે. તેના પર માલિકી હક બ્રિટિશ વર્જીન આઇલેન્ડની કંપની આરસીવીની છે. આરસીવી પર ગ્લેડકો પ્રોપર્ટી ઇંકનો હક છે અને ગ્લેડકો પ્રોપર્ટીઝ ઇંકની માલિક કૉન્ટિનેંટલ એડમિનિસ્ટ્રેશન સર્વિસીસ લિમિટેડ નામની કંપની છે, જે માલ્યાના ફેમિલી ટ્રસ્ટ સિલેટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે.

માલ્યાના ટેવિન, લેડીવૉક અને બ્રૈમ્બલ લૉજ, જેની અંદાજીત કિંમત 1.5 કરોડ પાઉન્ડ છે, પણ તેના ફેમિલી ટ્રસ્ટ સાથે જોડાયેલ છે. ગયા સપ્તાહે હાઇકોર્ટે એનફોર્સમેન્ટ ઓફિસરોને માલ્યાના ટેવિન એસ્ટેટમાં તપાસ કરવા અને સામાનોની જપ્ત કરવાની મંજૂરી આપી દીધી હતી. જો કે તેની અન્ય સંપત્તિઓના મામલામાં એવા કોઇ આદેશ રજૂ કરાયા નથી.

અહીં ધ્યાનમાં આપવાની વાત એ છે કે હાઇકોર્ટે માલ્યાના બ્રિટન સ્થિત કોઇપણ ઘરને જપ્ત કરવાની મંજૂરી આપી નહોતી. માત્ર ઘરોમાં હાજર માલ્યા સાથે જોડાયેલા સામાનોને જપ્ત કરવાની મંજૂરી આપી છે કારણ કે તેમના ઘર તેમના નામ પર રજીસ્ટર્ડ નથી. ફેમિલી ટ્રસ્ટના નામથી સંપત્તિઓ હોવાનો માલ્યાને ફાયદો પહોંચી શકે છે કારણ કે જ્યાં સુધી સંપત્તિઓ ટ્રસ્ટના નામે રહેશે ત્યાં સુધી તેની જપ્તી કરવી ખૂબ જ મુશ્કેલ હશે.

બેન્કોએ હાઇકોર્ટેને કહ્યું કે માલ્યાની પાસે ઇંગ્લેન્ડમાં જે સંપત્તિઓ છે, તેમાં તેની શાનદાર કારોને પણ બેડામાં સામેલ કરાઇ છે. બેન્કોના મતે માલ્યા દર મહિને કારોના મેન્ટેનન્સ પર જ 14 લાખ ખર્ચ કરે છે.

બેન્કોએ હાઇકોર્ટને કહ્યું કે આ સિવાય પણ માલ્યા સાથે જોડાયેલ કેટલીય સંપત્તિ છે જે તેની પાસે હોવાનો ઇન્કાર કરે છે. તેમાં 3 યાટ, કેટલીય કારો અને દક્ષિણ આફ્રિકામાં માબુલા ગેમ રિઝર્વ સામેલ છે. તેના રજીસ્ટર્ડ ઓનર કે તો ઓફશોર કંપનીઓ છે કે ટ્રસ્ટ છે. બેન્કોના મતે માલ્યાની સંપત્તિનો એક મોટો હિસ્સો લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓના શેર તરીકે છે.