Kings Eleven Punjab Won Toss And Elected To Field First
  • Home
  • Sports
  • Cricket
  • IPL 13: મુંબઈના ઘાતક બોલિંગ આક્રમણ સામે પંજાબે હથિયાર હેઠા મુક્યા, 48 રને થયો પરાજય

IPL 13: મુંબઈના ઘાતક બોલિંગ આક્રમણ સામે પંજાબે હથિયાર હેઠા મુક્યા, 48 રને થયો પરાજય

 | 7:23 pm IST

અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિમમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચમાં મુંબઈનો 48 રને વિજય થયો છે. કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને પહેલા ફીલ્ડિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગમાં આવેલી મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મના સર્વાધિક 70 રનની મદદથી 20 ઑવરમાં 4 વિકેટ 191 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબ 20 ઑવરમાં 8 વિકેટે ફક્ત 143 રન જ બનાવી શક્યું હતુ. મુંબઈ તરફતી રોહિત (70) ઉપરાંત હાર્દિક પંડ્યાએ અણનમ 11 બૉલમાં 30, કિરોન પોલાર્ડે અણનમ 20 બૉલમાં 47, ઈશાન કિશન 28 અને સૂર્ય કુમાર યાદવે 10 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મોહમ્મદ શમી, કોટ્રેલ અને ક્રિશ્નપ્પા ગૌતમે 1-1 વિકેટ ઝડપી હતી.

192 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી પંજાબે સારી શરૂઆત કરી, પરંતુ 38 રને પહેલી વિકેટ ગુમાવ્યા બાદ 60 રન સુધી પહોંચતા પહોંચતા 3 મહત્વની વિકેટો ગુમાવી દીધી. પંજાબ તરફથી સૌથી વધારે રન નિકોલસ પૂરન (44)એ બન્યા. મયંક અગ્રવાલે 25, કેએલ રાહુલે 17 અને ગ્લેન મેક્સવેલે 11 રનનું યોગદાન આપ્યું. મુંબઈ તરફથી બુમરાહ, રાહુલ ચહર અને જેમ્સ પેટિન્સને 2-2 વિકેટો ઝડપી. કુણાલ પંડ્યા અને ટ્રેન્ટ બૉલ્ટે 1-1 વિકેટ ઝડપી હતી.

આઈપીએલના રેકોર્ડની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે અત્યાર સુધી 25 મેચ રમાઈ છે. મુંબઈએ 14 અને પંજાબે 11 મેચો જીતી છે. મુંબઈની બેટિંગ અને બોલિંગ બંને ઘણી જ સંતુલિત છે. ટોચના ક્રમે કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન જેવા બેટ્સમેન છે.

ત્યારબાદ પોલાર્ડ અને હાર્દિક પંડ્યા જેવા આક્રમક ખેલાડીઓ જવાબદારી સંભાળે છે. મુંબઈ માટે પોતાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહનું ફૉર્મ ચિંતાનો વિષય છે. બુમરાહે ત્રણ મેચોમાં ત્રણ વિકેટ લીધી છે અને તે પ્રભાવ છોડવામાં અસફળ રહ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબમાં રાહુલ અને મયંક અગ્રવાલના શાનદાર પ્રદર્શનથી તેમની બેટિંગ મજબૂત જોવા મળી રહી છે. મુંબઈએ જો મેચ જીતવી છે તો બંનેને સસ્તામાં આઉટ કરવા પડશે. રાહુલ અને અગ્રવાલે અત્યાર સુધી 1-1 સદી ફટકારી છે.

ટીમ

મુંબઈ ઇન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિટન ડિ કોક (વિકેટકીપર), સૂર્યાકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બૉલ્ટ, જસપ્રિત બુમરાહ

કિંગ્સ ઇલેવન પંજાબ: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટ કીપર), મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, કરુણ નાયર, જેમ્સ નીશામ, સરફરાઝ ખાન, ક્રિશ્નપ્પા ગૌથમ, મોહમ્મદ શમી, શેલ્ડન કોટ્રેલ, રવિ બિશ્નોઈ

આ વિડીયો પણ જુઓ: મેવડ ટોલનાકા પાસે પ્રોફેસરોનો હોબાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન