Kings of ancinet time use these traditional tips to increase sex power
NIFTY 11,440.60 +84.85  |  SENSEX 37,896.83 +251.93  |  USD 69.9450 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કામોત્તેજના વધારવા માટે રાજા-મહારાજાઓ કરતા આ ખાસ વસ્તુઓનુ સેવન

કામોત્તેજના વધારવા માટે રાજા-મહારાજાઓ કરતા આ ખાસ વસ્તુઓનુ સેવન

 | 2:16 pm IST

જૂના જમાનામાં રાજા-મહારાજાઓની અનેક રાણીઓ રહેતી, આવામાં પોતાના શારીરિક ઉર્જા યથાવત રાખવા માટે તેઓ પોતાના ખાસ વૈદ્ય અને હકીમ દ્વારા બનાવવામાં આવતા અનેક આર્યુવેદિક નુસ્ખાઓનો ઉપયોગ કરતા હતા. જોકે, તેમના હકીમો આર્યુવેર્દિક ગ્રંથોના આધારે પ્રાચીન જડીબુટ્ટીઓ, રસાયણો અને સોના-ચાંદી, મોતી, ભસ્મ જેવી ધાતુઓથી શારીરિક દુર્બળતા દૂર કરીને શારીરિક તાકાત વધારનારી ઔષધી તૈયાર કરતા હતા. આજે અમે તમને બતાવીશું કે, રાજા-મહારાજાઓ દ્વારા શારીરિક દુર્બળતાને દૂર કરવા કામોત્તેજનાને વધારવા માટેના નુસ્ખાઓ માટે.

શિલાજીત
શારીરિક દુર્બળતાને દૂર કરવા અને કામોત્તેજનાને વધારવા માટે આજે પણ અનેક લોકો શિલાજીતનો ઉપયોગ કરે છે. તેનાથી નબળાઈ, એનર્જિની ઊણપ, ખરાબ ઈમ્યુનિટી, અસમયે વૃદ્ધત્વ, ઈરેક્ટાઈલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ દૂર થાય છે. શિલાજીતને ચોખાના દાણામાં બરાબર એક ચમચી ગાયના ઘી અથવા મધ સાથે લેવું જોઈએ.

અશ્વગંધા
નબળાઈ, થાક, લો સ્પર્મ કાઉન્ટ, ઈમ્યુનિટીની સમસ્યાને દૂર કરવા પ્રાચીન સમયથી જ અશ્વગંધનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંઘતા પહેલા હળવા ગરમ દૂધની સાથે એક ચમચી અશ્વગંધા પાવડરનું સેવન કરવું પુરુષો માટે બહુ જ ફાયદાકારક કહેવાય છે.

સફેદ મુસળી
ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન, ઈન્ફ્રર્ટિલિટી, સ્પર્મની ઊણપ, નબળાઈ અને નબળી ઈમ્યુનિટીની સમસ્યાને દૂર કરવા માટે સફેદ મુસળીનું સેવન પ્રાચીન સમયથી કરવામાં આવે છે. સારું પરિણામ મેળવવા માટે તેમાં ખાંડ અને દૂધની સાથે એક ચમચી મુસળી પાવડરનું સેવન સવાર સાંજ કરવું જોઈએ.

શતાવર
પુરુષોમાં ઈન્ફર્ટિલિટી, ઈરેક્ટાઈલ ઈન્ફેક્શન, થાક, નબળાઈ, લો સ્પર્મ કાઉન્ટ અને યુરિનની સમસ્યા દૂર કરવા માટે આ પ્રાચીન નુસ્ખાનો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે. તેના માટે એક ચમચી મિસરી અને ગાયના ઘીની સાથે અડધી ચમચી શતાવર પાઉડરનો ઉપયોગ કરવો અતવા દૂધ પીવુ.

કેસર
કેસરનો પ્રયોગ પ્રાચીન સમયમાં રાજામહારાજાઓ બહુ જ કરતા. હળવા ગરમ પાણીમાં ચપટીભરીને કેસર નાખીને રાત્રે ઊંઘતા પહેલા લેવાથી ઈન્ફર્ટિલિટી, લો સ્પર્મ કાઉન્ટ, નબળાઈ અને થાક જેવી અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.