Kinnar which was closs to family opens secret of Family, will it help to police?
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • બુરાડી કાંડમાં કિન્નર ખોલે છે રહસ્ય, શું તેનાથી મળશે પોલીસને મદદ?

બુરાડી કાંડમાં કિન્નર ખોલે છે રહસ્ય, શું તેનાથી મળશે પોલીસને મદદ?

 | 6:17 pm IST

દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોને એક સાથે ફાંસી લગાવીને મર્યાને 11 દિવસ વીતી ચૂક્યા છે. પોલિસ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય સુધી પહોંચી શકી નથી. રોજેરોજ કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે અને મોતના કારણો પર રહસ્ય વધુને વધુ ઘેરું થઈ રહ્યું છે. દરમિયાન એક કિન્નરે એક રહસ્ય છતું કર્યું છે. શું તેનાથી પોલીસને કોઈ મદદ મળશે કે કેમ તે એક પ્રશ્ન છે.

આ કિન્નરનું નામ ગુડ્ડી યાદવ છે અને તેણે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલી વિગતો મુજબ કિન્નર ગુડ્ડીને એ વાતનો અફસોસ છે કે તે ભાટિયા પરિવારને ફાંસી પર લટકવાથી બચાવી ન શકી. વળી, બીજી તરફ એ જ કિન્નર આખા વિસ્તારમાં પ્રસાદ વહેંચી રહી છે. આવો તમને વિસ્તારથી જણાવીએ શું છે બુરાડી કાંડમાં કિન્નર ગુડ્ડીનું કનેક્શન અને કયા કયા રાઝ તેનામાં દફન છે.

શું છે ભાટિયા પરિવાર સાથે કિન્નર ગુડ્ડીનું કનેક્શન કિન્નર ગુડ્ડી યાદવ તે વિસ્તારના કિન્નર સમાજની અગ્રણી છે. તે દરેક પ્રસંગે ભાટિયા પરિવારના ઘરે જતી હતી. જાદૂટોણામાં વિશ્વાસ રાખનાર ભાટિયા પરિવારને ગુડ્ડી પ્રસાદ આપતી હતી. તે દર મંગળવારે મરઘટ બાબાની મઝાર પર જતી હતી અને ત્યાંથી પ્રસાદ લેતી હતી. ગુડ્ડી આવું લલિત ભાટિયાની મા નારાયણ દેવીના કહેવા પર કરતી હતી.

કિન્નર ગુડ્ડીએ કહ્યુ કે, “લલિતના પિતાના મૃત્યુ બાદ નારાયણી દેવીને એવું લાગતું હતું કે લલિત ઉપર પિતાની આત્મા છે. ગુડ્ડીએ જણાવ્યું કે નારાયણી દેવી ઈચ્છતી હતી કે લલિત સાજો થઈ જાય અને એટલા માટે તેમણે ઝાડ-ફૂંકની વાત કરી હતી. ગુડ્ડીએ એ પણ જણાવ્યું કે પ્રિયંકાના લગ્ન માટે પણ નારાયણી દેવીએ દુઆ માંગવા માટે કહ્યું હતું અને ઘરમાં ચોખાનો છંટકાવ પણ કરાવ્યો હતો.”

આ મામલે પોલિસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાંથી એક લલિતના શરીરમાં કથિત રીતે તેના પિતાની આત્મા આવતી હતી અને ત્યારબાદ તે પોતાના પિતાની જેમ હરકતો કરતો હતો અને નોટ લખાવ્યા કરતો હતો. રજિસ્ટરમાં 11 નવેમ્બર, 2017 ની તારીખમાં લલિતે પરિવારના ‘કંઈક મેળવવા’માં અસફળ રહેવા માટે ‘કોઈની ભૂલ’ નો ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યુ છે, “ધનતેરસ આવીને જતી રહી. કોઈની ‘જૂની ભૂલ’ ના કારણે ‘કંઈક મેળવવા’ થી દૂર છો. આવતી દિવાળી નહિ મનાવી શકો. ચેતવણીને નજરઅંદાજ કરવાના બદલે ધ્યાન આપો.”

પોલીસ સૂત્રોએ મૃતકોની ઓળખ નારાયણી દેવી (77), તેમની પુત્રી પ્રતિભા (57) અને બે પુત્રો ભાવનેશ (50) અને લલિત ભાટિયા (45) રૂપે થઈ હોવાનું જણાવ્યું છે. ભાવનેશની પત્ની સવિતા (48) અને તેના ત્રણ બાળકો મીનુ (23), નિધિ (25) અને ધ્રૂવ (15), લલિત ભાટિયાની પત્ની ટીના (42) અને તેમનો 15 વર્ષનો પુત્ર શિવમ, પ્રતિભાની પુત્રી પ્રિયંકા (33) પણ મૃત હાલતમાં મળી આવ્યા. પ્રિયંકાની ગયા મહિને સગાઈ થઈ હતી અને આ વર્ષના અંત સુધીમાં તેના લગ્ન થવાના હતા. તે પણ આ કાળચક્રમાં હોમાઈ ગઈ.

દરમિયાન મળતી માહિતી પ્રમાણે ઘરમાંથી મળેલા રજિસ્ટ્રરમાં એવો ઉલ્લેખ હતો કે પરિવાર આવતી દિવાળી નહિ ભાળી શકે. પ્રાપ્ત રજિસ્ટરમાં ‘ભટકતી આત્મા’ નો ઉલ્લેખ છે. તેમાં સાથે આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે પરિવાર આવતી દિવાળી નહિ જોઈ શકે.