kirit-solanki-and-arvind-raiyani-mp-aarti-in removing-shoes
  • Home
  • Featured
  • નવરાત્રીના પ્રથમ નોરતે આ બાગી નેતાઓ વિવેક ભૂલ્યા, કર્યું આરતીનું અપમાન

નવરાત્રીના પ્રથમ નોરતે આ બાગી નેતાઓ વિવેક ભૂલ્યા, કર્યું આરતીનું અપમાન

 | 5:24 pm IST

રાજ્યમાં નવલી નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. નવરાત્રીના પ્રથમ દિવસે અનેક નેતાઓ પોતાના સંસ્કાર ભૂલ્યા હતા. કથિક રીતે વિવાદિત ધારાસભ્ય કહેવાતા અરવિંદ રૈયાણીએ બુટ પહેરી માતાજીના દર્શન કરતા વિવાદ સર્જાયો હતો. રાજકોટ પૂર્વ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. નવરાત્રીની શરૂઆતના પ્રથમ નોરતે અરવિંદ રૈયાણી બુટ પહેરી માતાજીના દર્શન કરતો ફોટો સોસીશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ સિવાય અમદાવાદ ખાતે આવેલા જીએમડીસી ગ્રાઉંડમાં પહેલા દિવસે પણ અનેક બાગી નેતાઓ પોતાના સંસ્કાર ભૂલ્યા હતા. અહીં કિરીટ સોલંકીએ બૂટ પહેરીને આરતી ઉતારતા ભારે હોબાળો થઇ રહ્યો છે. અમદાવાદ ખાતે આવેલા આવેલા જીએમડીસી ગ્રાઉંડમાં સાંસદ કિરીટ સોલંકી, આર્ટિસ્ટ જેકી ભગનાની સહિત વિદેશી કલાકારો આરતી વખતે પોતાના ભાન ભૂલ્યા હતા. વિદેશીઓ જૂતા પહેરી આરતી ઉતારે એ તો સમજ્યા પરંતુ તેમની સાથે વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓ અને નેતાઓ પણ તેમનું અનુકરણ કરતા ભારે હોબાળો થયો હતો.

કથિક રીતે વિવાદિત ધારાસભ્ય કહેવાતા અરવિંદ રૈયાણી અગાઉ પણ ઘણી વખત ચર્ચામાં આવી ચૂક્યા છે. અરવિંદ રૈયાણી દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે વરરાજા સાથેની જાન મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવા માટે કોર્પોરેશન કચેરીએ જાનૈયાઓ સાથે પહોંચી હતી. આ સિવાય પણ અન્ય ઘટનાઓમાં તેમનું નામ આવી ચૂક્યું છે.