ભાજપને ગણિત કરી ઉતાર્યો ત્રીજો ક્ષત્રિય ઉમેદવાર, ચૂંટણી બનશે રસાકસીભરી - Sandesh
NIFTY 10,877.70 +71.10  |  SENSEX 35,800.02 +243.31  |  USD 67.5300 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • ભાજપને ગણિત કરી ઉતાર્યો ત્રીજો ક્ષત્રિય ઉમેદવાર, ચૂંટણી બનશે રસાકસીભરી

ભાજપને ગણિત કરી ઉતાર્યો ત્રીજો ક્ષત્રિય ઉમેદવાર, ચૂંટણી બનશે રસાકસીભરી

 | 4:18 pm IST

રાજ્યસભામાટે ગુજરાતમાંથી ચાર સીટો માટે થઈ રહેલી ચૂંટણી રસપ્રદ બની રહેશે. કોંગ્રેસમાંથી રાજ્યસભાના ઉમેદવાર નક્કી થયા પછી ભાજપે પોતાનો ત્રીજો ઉમેદવાર ઉતારવા મન બનાવી લીધું હતું. હાલમાં તેમણે ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપના નેતા અને પૂર્વ પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાને મેદાનમાં ઉતાર્યા છે. આ અંગેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના ઉમેદવાર પી કે વાલેરાને અપક્ષ તરીકે ઉતાર્યા હોવાથી ભાજપે પોતાનો ત્રીજો ઉમેદવાર ઉતારવા નિર્ણય લીધો હતો. જે અન્વયે ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપે સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પરથી ગત વિધાનસભામાં ચૂંટાયેલા પૂર્વ પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણાને મેદાનમાં ઉતારાયા છે.

 

કિરીટસિંહ રાણા ઉમેદવારી નોંધાવવા ભાજપના દંડક પંકજ દેસાઇ સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા પણ તે વખતે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરતા હોવાથી, ચૂંટણી અધિકારીએ તેમને પછી ઉમેદવારી પત્ર નોંધાવવા કહ્યું હતું.

ભાજપમાંથી ત્રીજા ઉમેદવાર તરીકે લીંબડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિરિટસિંહ રાણા ગુજરાત વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઇ સાથે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. પણ તે જ સમયે રાજ્યસભાની ઉમેદવારીને લઈને હાલ નારણ રાઠવા ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા જોકે, તેમની પાસે પૂરતા દસ્તાવેજો નથી, તેવી વાતો ચાલી હતી. તે પછી જ ભાજપે ત્રીજો ઉમેદવાર ઉતારવાનો નિર્ણય તાત્કાલિક લઈ લીધો હતો. જો કે કોંગ્રેસે પણ પોતાના ત્રીજા ઉમેદવારને અપક્ષ તરીકે ઉભો રાખ્યો હોવાનું ભાજપ કહ્યું હતું.

ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી મીતિન પટેલે કહ્યું હતું કે કોંગ્રેસે પી કે વાલેરાને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું હોવાથી તેમણે પણ ત્રીજો ઉમેદવાર ઉભો રાખ્યો છે.

આમ રાજયસભાની ચૂંટણી માટે હાલમાં છ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપમાંથી મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, અને ત્રીજા ઉમેદવાર તરીકે કિરિટસિંહ રાણાને ઉતારાયા છે. જ્યારે કોંગ્રેસમાંથી અમિબેન યાજ્ઞિક, નારણ રાઠવા સત્તાવાર ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પી કે વાલેરાને ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. આમ કુલ છ ઉમેદવારો રાજ્યસભા માટે પોતાના ભાગ્ય અજમાવશે. જેને પરિણામે ચૂંટણી રસપ્રદ બની ગઈ છે.

આ સંજોગોમાં રાજ્યસભા માટે ચૂંટણી યોજાશે અને ગુજરાતના ધારાસભ્યોએ મતદાન કરવાનું થશે. અત્યારે જે સ્થિતિ છે, તેમાં બંને પક્ષના બે-બે ઉમેદવાર જીતી શકે તેમ છે.

ત્રીજા  ઉમેદવાર ઉતારાતા ચૂંટણી રોમાંચક બની ગઈ છે. ગુજરાતમાં યોજાયેલી છેલ્લી રાજ્યસભાની ચૂંટણી વખતે પણ ભાજપે બળવંતસિંહ રાજપૂતને ટિકીટ આપી અહેમદ પટેલ સામે ઉતાર્યા હતા. જેમાં રસપ્રદ જંગ ખેલાઈ ગયો હતો. ગત ચૂંટણીમાંથી ભાજપ કોઈ  સબક શીખ્યું નથી.