Kirti Azad will Join The Congress
  • Home
  • India
  • ભાજપના આ દિગ્ગજ સાંસદ મારશે પલટી, કોંગ્રેસમાં જોડાશે

ભાજપના આ દિગ્ગજ સાંસદ મારશે પલટી, કોંગ્રેસમાં જોડાશે

 | 8:40 pm IST

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બળવાખોર સાંસદ અને 1983 ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાવાળી ભારતીય ટીમના ઓલરાઉન્ડર રહેલા કીર્તિ આઝાદ હવે કોંગ્રેસમાં સામેલ થવા જઇ રહ્યા છે. ભાજપથી નારાજ થયેલા કીર્તિ આઝાદ રાહુલ ગાંધીની હાજરીમાં ૧૫ ફેબ્રુઆરીએ કોંગ્રેસમાં સામેલ થશે. કીર્તિ આઝાદનું કહેવું છે કે તેમણે પાછલાં 26 વર્ષોમાં સતત ઈમાનદારીથી પાર્ટીની સેવા કરી છે પણ બદલામાં પાર્ટીએ તેમની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે મેં 26 વર્ષ સુધી પાર્ટીની નિષ્ઠા અને કર્મઠતાથી સેવા કરી. માત્ર કોંગ્રેસ જ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે, જ્યાં હું જઈ શકું છું. ભાજપ ઈમાનદારીની વાત કરે છે પણ અંદર તો ભ્રષ્ટાચારને ખદબદે છે.

બિહારના દરભંગાથી ત્રણ વાર સાંસદ રહેલા કીર્તિ આઝાદે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીમાં હવે તાનાશાહી ચાલી રહી છે અને તેને અઢી લોકો મળીને ચલાવી રહ્યા છે. હવે અહીં આક્ષેપબાજી કરીને લોકોને મૂરખ બનાવવાનું કામ કરાય છે. તેમણે કહ્યું કે ભાજપ ઈમાનદારીની વાત કરે છે પણ અંદર તો ભ્રષ્ટાચારને ખદબદે છે. ભાજપમાં હવે બધું બદલાઈ ગયું છે. એ સામૂહિક સંગઠનથી બદલાઈને અઢી લોકોની પાર્ટી બની ચૂકી છે.

કીર્તિ આઝાદના પિતા ભાગવત ઝા આઝાદ કોંગ્રેસ દ્વારા બિહારના મુખ્ય પ્રધાન હતા. કીર્તિ આઝાદનું કહેવું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર દરભંગાથી જ લડશે. તેમણે જણાવ્યું હતું કે એના માટે કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વથી આ માટે વાત થઈ ચૂકી છે. કીર્તિ આઝાદ (60)એ 2015માં ભાજપે પક્ષવિરોધી કામકાજ કરવામાં સામેલ થવા અને ડીડીસીએના કથિત ભ્રષ્ટાચારમાં અરુણ જેટલી પર આક્ષેપ કરતાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.