વાપીમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં લોકોએ કર્યો લાખો રૂપિયાનો વરસાદ

1322

ડાયરો સામાન્ય કલાકારનો હોય કે પ્રખ્યાત કલાકાર પરંતુ લોકો ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ કરવાનું ચૂકતા નથી. ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવો સામાન્ય બની ગયું છે. પરંતુ તાજેતરમાં યોજાતા ડાયરાઓમાં લાખો રૂપિયાની નવી નોટોનો વરસાદ થાય ત્યારે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે સામાન્ય માણસોને નવું ચલણ મળતું નથી ને લોકો પાસે ડાયરામાં ઉછાળવા માટે નવી નોટોના બંડલોના બંડલો આવી જાય છે.

kirtidan gadhavi

મળતી માહિતી પ્રમાણે વલસાડના વાપી શહેરમાં એક કાર્યક્રમમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કિર્તીદાન ગઢવીના આ ડાયરાની રમઝટ જામી હતી ત્યારે તાલમાં આવેલા લોકોએ કિર્તીદાન ઉપર લાખો રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. લોકોએ એટલો બધી નોટો ઉછાળી હતી કે કલાકારોના વાજીંત્રો પણ નોટોથી ઢંકાઈ ગયા હતા.