kisan jugaad video goes viral shared by actror arshad warsi
  • Home
  • Featured
  • વાહ ખેડૂતોનો જુગાડ વાહ, વીડિયો જોઈને કહેશો- 2020માં જેટલું નવું જોવા મળે એટલું ઓછું

વાહ ખેડૂતોનો જુગાડ વાહ, વીડિયો જોઈને કહેશો- 2020માં જેટલું નવું જોવા મળે એટલું ઓછું

 | 4:17 pm IST

આવશ્યકતા જ આવિષ્કારની જનની છે. આ કેપ્શન સાથે અભિનેતા અરશદ વારસીએ એક વીડિયો શેર કર્યો છે જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈવે ચકિત રહી ગયા છે અને ખેડૂતોના વખાણ કરી રહ્યા છે. કારણ કે આ વીડિયોમાં જોઈ શકાય છે કે 3 ખેડૂતો બીજ વાવવાનું કામ કરી રહ્યા છે, પરંતુ એની સ્ટાઈલ કંઈક અલગ છે અને યુનિક છે. તેનો આ અનોખો અંદાજ જ લોકોને મોહી ગયો અને હવે વીડિયો વાયરલ થવા લાગ્યો છે.

હાલમાં એક જાણકારી મળી નથી કે આ વીડિયો બનાવવામાં આવ્યો છે કે પછી અસલી છે. પરંતુ ઈન્ટરનેટ પર ખેડૂતોની આ બીજ વાવવાની રીત લોકોને ખુબ ગમી રહી છે. જનતા આ ખેડૂતની હિંમત્તને દાદ આપી રહી છે. આ વીડિયો શુક્રવારે શેર કરવામાં આવ્યો છે અને હાલમાં લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન