કિશ્વર પ્રેગ્નન્ટ છે? સુયશે ઇન્સ્ટાગ્રામ પર આપી હિન્ટ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કિશ્વર પ્રેગ્નન્ટ છે? સુયશે ઇન્સ્ટાગ્રામ પર આપી હિન્ટ

કિશ્વર પ્રેગ્નન્ટ છે? સુયશે ઇન્સ્ટાગ્રામ પર આપી હિન્ટ

 | 1:07 am IST

બિગ બોસ ૯ના સ્પર્ધક કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. બિગ બોસમાંથી નીકળ્યા બાદ તરત જ ૯ પછી ડિસેમ્બર ૨૦૧૬ના રોજ તેઓ લગ્નગં્રથિમાં બંધાઇ ગયા હતા. બિગ બોસમાં આવ્યા પહેલા બંને પાંચ વર્ષથી પ્રેમમાં હતા. કિશ્વર અને સુયશ અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાના ફેટો અપલોડ કરતા રહેતા હોય છે. આ વખતે સુયશે એક ફેટો અપલોડ કર્યો છે જેને જોઇને કહી શકાય કે કિશ્વર ગર્ભવતી હોઇ શકે છે. કિશ્વર અને સુયશને આ પહેલા ઘણી સીરિયલમાં જોવા મળ્યા છે. પોતાના હનમૂનના ફેટો તેમણે સોશિયલ મીડિયા ઉપર પણ અપલોડ કર્યાં હતાં. એ વાતને દોઢ વર્ષ ઉપર થઇ ગયું છે ત્યારે સુયશની પોસ્ટ જોતા કિશ્વર સગર્ભા હોવાની શંકા જાય છે. સુયશે ઈન્સ્ટાગ્રામ પર એક સોફ્ટ ટોયઝની ફેટો અપલોડ કરી છે. અને લખ્યું છે કે, જબભી હો ઐસા હોગા, બલ્કી આપસે જ્યાદા ક્યુટ હોગા. આ પોસ્ટ કર્યા પછી સોશિયલ મીડિયા ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો. એક યુઝરે તેવી પણ કમેન્ટ કરી હતી કે આપ દોનોં કે બેબી કો દેખને કે લીયે બેચેન હું.  એક યુઝરે સવાલ કર્યો છે કે સુયશ તમે કોઇ ખુશખબરીનો સંકેત આપી રહ્યા છો? ફોટોમાં કિશ્વરે લાલ રંગની બિકીની પહેરી દેખાય છે. સુયશે તેના પર કમેન્ટ કરતા તેના યુઝર્સે તેના કમેન્ટનો સારો એવો જવાબ આપ્યો હતો. તેમાં એક યુઝર્સે કહ્યું હતું કે, તે જે કમેન્ટ કરી છે તે બરાબર નથી. જ્યારે કેટલાકે તેની આલોચના કરી હતી. આમ કિશ્વરની સગર્ભા હોવાની ખબરોએ જોર પકડયું છે. જોકે ચાહકો આ વાતથી ખુશ જણાય છે.