two youths in nadiad attack in kenya robbing a man and injuring
  • Home
  • Gujarat
  • કેન્યાના કીસુમુ શહેરમાં ગુજરાતીઓ પર હુમલો, એકને ગંભીર ઇજા

કેન્યાના કીસુમુ શહેરમાં ગુજરાતીઓ પર હુમલો, એકને ગંભીર ઇજા

 | 11:45 pm IST

વિદેશમાં વધુ એક વાર ગુજરાતીઓ પર હુમલો થયો છે. ખેડા જિલ્લાના બે યુવકો પર લૂંટના ઇરાદે થયો હુમલો થયો છે. કેન્યાના કીસુમુ શહેરમાં લૂંટના ઇરાદે ખેડા જિલ્લાના યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે. ત્રણથી ચાર અજ્ઞાત શખ્સોએ ગુજરાતીઓ પર હુમલો કર્યો હતો.

ખેડા જિલ્લાના યુવકો પર આફ્રિકાના કેન્યામાં લૂંટના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો. આ યુવકોની પાસે રહેલા ટિફિનમાં પૈસા હશે તેમ માની હુમલો કર્યો હતો. આ ઘટનાના સામાચાર કેરીઆવી તથા પલાણા સહિત ભારતમાં અન્ય સ્થળે તેમના સ્વજનોને મળતા તેઓ ચિંતાતુર બન્યા છે અને બંન્ને ગામોમાં વસતા આ યુવકના પરિવારજનોને મળવા સ્વજનો દોડી આવ્યા હતા.

ખેડાના વતની જીગ્નેશ પટેલ અને રાજ પટેલ હાલ રોજગાર અર્થે આફ્રિકામાં છે. આફ્રિકામાં સુપરમાર્કેટમાં આવેલા સ્ટોરમાં આ બંન્ને યુવકો કામ કરે છે. ગઇરાત્રે 7.30ના સુમારે આ બંન્ને યુવકો સ્ટોર પર નોકરી પતાવ્યા બાદ પોતાના ઘેર ગયા હતા, ત્યારે તેમના ઘર નજીક કેટલાક ઇસમો લૂંટ કરવાના ઇરાદે ઘસી આવ્યા હતા અને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.

આફ્રિકામાં કેન્યા પાસે આવેલા મીંગોરી ટાઉનમા બનેલી આ ઘટનામાં સદનસીબે બન્ને યુવકો બચી ગયા હતા. પણ ઇજા પહોંચી હતી. જેમાં જિજ્ઞેશભાઇને માથાના ભાગે તથા રાજેશભાઇને ખભા પર ઇજા પહોંચી હતી. જેઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા.