રસોડાની ગંદી ટાઇલ્સને ચકચકાટ કરવા ફોલો કરો આ ટિપ્સ

3605

રસોડુ ઘરમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આથી ઘરની જેમ કિચનને પણ સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. જો કે કિચનને રોજ એકદમ સ્વચ્છ રાખવું દરેક માટે શક્ય હોતુ નથી કારણકે આખો દિવસ કામ કર્યા પછી કિચનની ટાઇલ્સ પર ગંદગી જમા થવા લાગે છે. આથી આજે અમે તમને કેટલીક એવી સરળ ટિપ્સ જણાવીશું છે, જેને અપનાવીને તમે થોડીક જ મિનિટમાં કિચન ટાઇલ્સને સાફ કરી શકશો.

સિરકા
સિરકાની મદદથી તમે કિચનની ગંદી ટાઇલ્સને સાફ કરી શકો છો. 2 કપ સિરકા અને 2 કપ પાણી બન્નેને સારી રીતે મિક્સ કરો. મિક્સ કર્યા પછી તેને કોઈ સ્પ્રે બોટલમાં નાખી દો. હવે તેને ટાઇલ્સ પર સ્પ્રે કરી અને કોઇ ફાઈબર કપડાથી સાફ કરી લો.

બેકિંગ સોડા
ટાઇલ્સને સાફ કરવા માટે બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવી લો, અને પછી તેને ટાઇલ્સ પર લગાવો. 10-15 મિનિટ સુધી સુકાવા દો. પછી ભીના કપડા કે પછી કોઈ જૂના ટૂથબ્રશથી ઘસીને સાફ કરો.

બ્લીચ
બ્લીચ ટાઇલ્સને સાફ કરવામાં અને કીટાણુંઓને નાશ કરવામાં ખૂબ કારગાર છે. બ્લીચ અને પાણી બન્ને સમાન માત્રામાં મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણ ટાઇલ્સ પર નાખવું અને પછી ગરમ પાણી નાખી સૂકા કપડાની મદદથી ટાઇલ્સને સાફ કરી લો. સાથે-સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે બ્લીચનો ઉપયોગ કરતા પહેલા હાથમાં મોજા જરૂર પહેરી લેવા.